ચીખલી : કેન્દ્ર સરકારના કૃષિ બિલના વિરોધમાં દિલ્હીમાં ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે.જેના સમર્થનમાં કોંગ્રેસ દ્વારા સતત કોઇને કોઇ કાર્યક્રમ કરવામાં આવી રહ્યાં છે.કેન્દ્રના કૃષિ બિલના વિરોધમાં નવસારી જિલ્લાના ચીખલીમાં પણ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને કૃષિ બિલની હોળી કરવામાં આવી હતી.જોકે આ કાર્યક્રમમાં કોંગ્રેસના ગણ્યાં ગાંઠ્યા કાર્યકરો જ હાજર રહ્યાં હતા.
નવસારી જિલ્લા કોંગ્રેસની આગેવાનીમાં કૃષિ બિલના વિરોધમાં જિલ્લાના તમામ તાલુકામાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યાં છે.જિલ્લાના ચીખલીમાં પણ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.ચીખલી તાલુકા પ્રમુખ અને કોંગી કાર્યકરો દ્વારા કૃષિબિલના વિરોધ સાથે કૃષિબીલની હોળી કરવામાં આવી છે. નોંધનીય છેકે,કોંગ્રેસ દ્વારા પ્રેસ કોંફરન્સ કરીને જાહેરાત કરી હતી કે કૃષિબીલના વિરોધમાં જિલ્લામાં કાર્યક્રમો આપશે.

