ચીખલી : બનાવની પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર ખૂંધ ગામની સીમમા સાતપીપળા પેટ્રોલ પંપની પાછળના વિસ્તારમાં ખંડેર મકાન પાસે ખૂંધ-પોકડાના દિપક સતિષભાઈ પટેલે તેની પ્રેમિકાને મળવા માટે બોલાવી હતી.અને તે જ સ્થળે એક મેસ્ટ્રો પહેલેથી હતું.જે દીપકની પ્રેમિકાને એમની મિત્રનું હોવાનું જણાતા જેની તસવીર મોબાઇલમાં કંડારતા તે સમયે ત્યાં હાજર યક્ષીત ધીરુ પટેલ (રહે.ખૂંધ સાઈનગર તા. ચીખલી) અને તેની પ્રેમિકાએ ફોટો પાડતા જોતા જ યક્ષીતે દીપકને જણાવેલ કે તમે મોપેડનો ફોટો કેમ પડ્યો અને ગાળો આપી તેના બીજા મિત્રોને ફોન કરી સ્થળ પર બોલાવી લીધા હતા આ દરમિયાન બંને ની પ્રેમિકા મોપેડ લઈને ત્યાંથી રવાના થઈ ગઈ હતી.બાદમાં દિપક ત્યાંથી જવા નિકળેલો ત્યારે યક્ષીતે ઉભો રાખી થોડીવારમાં આવેલા તેના મિત્રો સાથે દિપક પર હુમલો કર્યો હતો અને યક્ષીતે ઉભો રાખી થોડીવારમાં આવેલા તેના મિત્રો સાથે દિપક પર હુમલો કર્યો હતો.અને યક્ષીતે તલવારથી ધા કરતા તેને શરીરના વિવિધ ભાગે ઇજા પહોંચાડી ફરાર થઇ ગયા હતા.ઇજાગ્રસ્ત દીપકને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો.પોલીસ દીપકની ફરિયાદના આધારે યક્ષીત ઉપરાંત તેનો મિત્રો લાલુ (રહે.ગોલવાડ તા.ચીખલી) મિત સુભાષ પટેલ (રહે.વંકાલ) તેમજ ભાવિક ઉર્ફે બંટુ ઉત્તમ પટેલ (રહે.ખૂંધ) સામે ગુનો નોંધી પીએસઆઇ સમીર કડીવાલા સહિતના સ્ટાફે ગણતરીના કલાકોમાં જ આ ચારેય ને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


