ચીખલી : ચીખલી તાલુકા કોંગ્રેસ સમિતિ અને નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ચીખલી એસ.ટી ડેપો સામે ચીખલી-વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં બેરોજગારી મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો.
નવસારી જિલ્લામાં એક બાજુ ભાજપ સરકાર ૧-ઓગસ્ટ થી ૯-ઓગષ્ટ સુધી સફળતાનાં પાંચ વર્ષ પુરા કરતા ઉજવણી કરી રહી છે.ત્યારે બીજી તરફ નવસારી જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને ચીખલી-વાંસદાના ધારાસભ્ય અનંતભાઈ પટેલની આગેવાની બેરોજગારીના મુદ્દે વિરોધ પ્રદર્શન કરી ભાજપ સરકાર ઉપર આકરા પ્રહાર કરી બેકાર યુવાનો ને નોકરી આપો,યુવાનોને ન્યાય આપી નોકરી આપો,ભરતી પ્રક્રિયા ચાલુ કરો,ભાજપે આપેલું વચન પૂરું પાડો નોકરી આપો નોકરી આપો જેવા વિવિધ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરી રેલી કાઢતા ચીખલી પોલીસ દ્વારા ધારાસભ્ય અનંત પટેલ,તાલુકા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ સહિત ૯૧-જેટલા કાર્યકરો તેમજ હોદ્દેદારોને ડિટેઇન કર્યા હતા.જોકે કોંગ્રેસ દ્વારા રેલી કાઢતા જ ચીખલી પોલીસ મથકના પીઆઇ-પી.જી.ચૌધરી,પીએસઆઇ-પઢેરિયા,જી.એસ.પટેલ,એસ.વી.રબારી,ગણદેવીના પીએસઆઇ-કછવાહા સહિત પોલીસ દ્વારા ચાર રસ્તા ઓવરબ્રિજ પાસેથી ૧૧-મહિલા અને ૮૧-જેટલા કાર્યકરો અને હોદ્દેદારોને ડિટેઇન કરી ચીખલી પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા.


