ચીખલી વાંસદા માર્ગ પર સાતપીપળા નજીકથી પસાર થઈ રહેલ એક મારુતિ વાન કારમાં અચાનક આગ લાગી હતી.આ આગમાં કાળ બળીને ખાખ થઈ ગઈ હતી. જ્યારે ચાલકનો આબાદ બચાવ થયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર ચીખલી વાંસદા ધોરીમાર્ગ ઉપર ખૂંધ સાતપીપળા નજીક શનિવારના રોજ સવારના સમયે ચીખલીના ચીમલા ગામેથી અનાવલ ખાતે જઇ રહેલ એક મારુતિ વાનમાં ખામી સર્જાતા ચાલકે કારને રોડની સાઈડે ઉભી રાખતા એકાએક કાર સળગી ઉઠી હતી.જોકે બનાવના પગલે કાર ચાલકનો આબાદ બચાવ થવા પામ્યો હતો. જ્યારે કારમાં આગ લાગતા વાંસદા તરફનો વાહન વ્યવહાર થંભી જવા પામ્યો હતો. આગ લાગ્યાનું જાણ થતાં બીલીમોરા ફાયર ફાયટર દ્વારા આગને કાબુમાં લેવામાં આવી હતી.બનાવની જાણ થતાં ચીખલી પોલીસ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી. જોકે આ કારમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યા હોવાનું જાણવા મળ્યું હતું. આગ લાગતા કાર બળીને ખાખ થઈ જવા પામી હતી.


