– વિવાદને પગલે ઓર્ડર કેન્સલ કરાયો, ચીની કંપનીને એક રૂિપયો નહીં આપવા કેન્દ્રની જાહેરાત
– કોરોના સંકટમાં કેટલીક કંપનીઓ- અધિકારીઓની મિલીભગતથી જંગી નફો રળી લેવાનું કૌભાંડ : દિલ્હી હાઇકોર્ટે માત્ર રૂ400માં કિટ વેચવા આદેશ જારી કર્યો
નવી દિલ્હી,
કોરોનાની ઘાતક બીમારી સામે સમગ્ર દેશ લડી રહ્યો છે ત્યારે આવા દર્દીઓને ચકાસવા માટે ચીનથી આયાત કરાયેલા રેપિડ ટેસ્ટ કિટ્સમાં કૌભાંડ થયાની શરમજનક ઘટના બની છે.દિલ્હી હાઇકોર્ટમાં કિટ્સના વિતરક અને આયાતકાર વચ્ચેના એક કાયદાકીય વિવાદમાં જંગી નફાખોરી થયાનું પ્રકાશમાં આવ્યું છે.આ કિટ્સ દેશની ટોચની મેડિકલ સંસ્થા ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર)ને વધુ પડતા ભાવે વેચવામાં આવ્યો હોવાનો ધડાકો થયો છે. કોર્ટને જણાવાયું હતું કે, રૂપિયા 245ની એક કિટ રૂપિયા 600માં વેચવામાં આવી રહી છે અને 145 ટકાનો નફો રળવામાં આવી રહ્યો છે.એ પછી હાઇકોર્ટે એક કિટનો ભાવ ૬૦૦ને બદલે ૪૦૦ નક્કી કર્યો હતો. આ તમામ ઘટનાક્રમની વચ્ચે આઇસીએમઆરે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કિટ્સ હલકી ગુણવત્તાના હોવાની વાત સ્વીકારીને તેનો ઉપયોગ નહિ કરવા સૂચના જારી કરી હતી.આ િવવાદ પછી ઉહાપોહ થતાં સરકારે સોદો કેન્સલ કરીને ચીની કંપનીને એક પણ રૂિપયો નહીં આપવાની જાહેરાત કરી હતી.
આવી કિટ્સ પર ૬૧ ટકાનો નફો વધુપડતો છે,પરંતુ તે ચાલી શકાય તેમ છે તેમ નોંધતાં હાઇકોર્ટની સિંગલ બેન્ચના જસ્ટિસ નજમી વઝિરીએ રૂ ૨૪૫ની કિટને રૂ ૬૦૦માં વેચીને ૧૪૫ ટકા નફાખોરીને નામંજૂર કરી દીધી છે અને આઇસીએમઆરની આ ખરીદ કિંમતમાં સુધારો કર્યો છે.એના બદલે તેમણે કિટનો ભાવ ૩૩ ટકા ઘટાડી ૬૦૦થી ૪૦૦ કરી દીધો હતો.ચીનના વોન્ડફો બાયોટેક પાસેથી મેટ્રિક્સ લેબ્સ દ્વારા આયાત કરાયેલા રેપિટ એન્ટીબોડી ટેસ્ટ કિટ્સના એકમાત્ર ડિસ્ટ્રિબ્યુટર રેર મેટાબોલિક્સે કરેલી પિટીશન સામે આ આદેશ અપાયો છે.આ વિવાદ ચીન પાસેથી આયાત કરાયેલા પાંચ લાખમાંથી બાકીના ૨.૨૪ લાખ કિટ્સને રિલીઝ કરવાને લગતો હતો.આ તમામ કિટ્સ આઇસીએમઆરને મોકલવાના હતા. આયાતકાર મેટ્રિક્સ લેબ્સે દલીલ કરી હતી કે તેણે રૂ ૨૦ કરોડ વત્તા જીએસટીમાંથી માત્ર રૂ ૧૨.૨૫ કરોડની ચુકવણી કરી હતી.સમજૂતી મુજબ, બાકીના રૂ ૮.૨૫ કરોડ આઇસીએમઆર પાસેથી પૈસા આવે તે પહેલા આયાતકારને ચુકવવાનું હતું.
રેર મેટાબોલિક્સે બાકીના રૂ ૨.૨૪ લાખ ટેસ્ટ કિટ્સ રિલીઝ કરવાની માગણી કરવા માટે પિટીશન ફાઇલ કરી હતી.જો તે મંજૂરી મળે તો તે બાકીના કિટ્સ આઇસીએમઆરને મોકલી શકે તેમ હતી.પિટીશનરે દલીલ કરી હતી કે અન્ય કોઇ કંપની ભારતમાં તેનું માર્કેટિંગ ન કરી શકે.મેટ્રિક્સ લેબ્સે બાકીના પૈસાની માગણી કરતાં વિવાદ ઊભો થયો હતો. પિટીશનરે ઠરાવ્યું હતું કે આઇસીએમઆર પૈસા છૂટા કરે પછી જ પેમેન્ટ કરી શકાશે.પિટીશનરે કોર્ટને માહિતી આપી હતી કે ૨.૭૬ લાખ રેપિડ એન્ટીબોડી ટેસ્ટ્સનો પૂરવઠો આઇસીએમઆરને આપી દેવાયો છે. જેના પેમેન્ટની રાહ જોવાય છે.
જોકે આ કિટ્સ આઇસીએમઆરના ધોરણોમાં ખરા ઉતરે પછી જ તેનું પેમેન્ટ કરાય તેમ હતું. પરંતુ વોન્ડો કિટ્સમાંથી ખરાબ પરિણામો આવતાં આઇસીએમઆરે રેપિડ ટેસ્ટ્સ અટકાવી દીધા હતા.જોકે આ કિટ્સ ફોલ્ટી છે તેમ માનવા ચીની કંપની તૈયાર નથી. ‘કોર્ટનું માનવું હતું કે પડતર કિંમત રૂ ૨૪૫ પર ૬૧ ટકા એટલે કે રૂ ૧૫૫નો નફો હાલના સંજોગોને જોતાં વધારે છે. આમાં જાહેર હિત જળવાવું જોઇએ.એ જોતાં આ કિટ્સ રૂ ૪૦૦થી વધુના ભાવે ન વેચાવા જોઇએ’ તેવો દિલ્હી હાઇકોર્ટે આદેશ આપ્યો હતો.દિલ્હી હાઇકોર્ટના આદેશને પગલે બન્ને પક્ષોએ ~ ૪૦૦ના ભાવે ભારતમાં એન્ટીબોડી ટેસ્ટ કિટ્સને વેચવા સંમતિ દર્શાવી હતી.
ચીનની એન્ટિ રેપિડ ટેસ્ટ કિટ્સનો ઉપયોગ નહિ કરવા કેન્દ્રની સૂચના
દેશની ટોચની આરોગ્ય રિસર્ચ સંસ્થા આઇસીએમઆરે સોમવારે ચીનની બે કંપનીઓ પાસેથી મેળવવામાં આવેલા કોરોના રેપિડ એન્ટીબોડી ટેસ્ટ કિટ્સનો ઉપયોગ કરવાનું અટકાવી દેવાની રાજ્યોને સૂચના આપી છે.આ કિટ્સ પાછા મોકલવા માટે તેમના પૂરવઠાકારોને પરત આપી દેવાનું કહેવાયું છે.રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને મોકલવામાં આવેલી એક એડવાઇઝરીમાં આઇસીએમઆરે કહ્યું હતું કે તેણે ગુઆંગઝૂ વોન્ડફો બાયોટેક અને ઝુહાઇ લિવસન ડાયગ્નોસ્ટિક્સના કિટ્સની ફીલ્ડ કન્ડીશન્સમાં સમીક્ષા કરી હતી. તેના પરિણામોમાં સંવેદનશીલતાના મોરચે વિવિધ ફેરફારો આવ્યા હતા. આ કિટ્સના સારા પ્રદર્શનની અપેક્ષા હતી.
‘આને જોતાં રાજ્યોને ઉપરોક્ત કંપનીઓ પાસેથી મેળવવામાં આવેલી આ કિટ્સનો ઉપયોગ અટકાવી દેવાની રાજ્યોને સલાહ અપાઇ છે.આ કિટ્સ તેમને પાછા આપી દેવા માટે પૂરવઠાકારોને પરત આપી દેવાશે’ તેમ તેણે કહ્યું હતું.આરોગ્ય મંત્રાલયે પણ એક નિવેદન જારી કર્યું હતું અને કહ્યું હતું કે કેટલાક પુરવઠો મળ્યા બાદ આઇસીએમઆરે ફીલ્ડ કન્ડીશન્સમાં આ કિટ્સ પર ક્વોલિટી ચેક્સ હાથ ધર્યા છે. તેમના પર્ફોર્મેન્સની વિજ્ઞાની સમીક્ષા બાદ વોન્ડફોને આપવામાં આવેલા તમામ ઓર્ડર રદ કરી દેવાયા છે.‘એવું જણાવી દઇએ કે આઇસીએમઆરે આ કિટ્સના પૂરવઠાનું કોઇ પેમેન્ટ કર્યું નથી.કંપનીએ ડ્યુ પ્રોસેસનું પાલન ન કર્યું હોવાથી સરકારને આ સોદાથી એક પણ રૂપિયાનું નુકસાન થયું નથી’ તેમ તેનું કહેવું છે. ઉલ્લેખનીય છે કે અગાઉ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો હતો કે કેટલાક લાકો સરકારને કોરોના માટે રેપિડ ટેસ્ટ કિટ્સનો પૂરવઠો પૂરો પાડીને નફાખોરી કરી રહ્યા છે.તેની એડવાઇઝરીમાં આઇસીએમઆરે જણાવ્યું હતું કે કેટલાક રાજ્યોએ રેપિડ એન્ટીબોડી ટેસ્ટ કિટ્સની પ્રાપ્તિ કરી છે.