– કોરોના વાયરસ ‘‘જમ ઘર ભાળી ગયો” તેવો છેઃ ‘‘માન ન માન મૈં તેરા મહેમાન”જેવું સ્વરૂપ છે : ચીનના વૈજ્ઞાનિકોનો ચોંકાવનારો દાવો : કોરોનાને રોકી શકાય તેમ નથી : તે દર વર્ષે સીઝનલ ઇન્ફેકશન જેમ કે તાવ સ્વરૂપ આવતો રહેશે :માનવી સાથે લાંબા સમય સુધી રહેશે વાયરસ
નવી દિલ્હી તા. ર૯: કોરોના મહામારીને કારણે સમગ્ર વિશ્વમાં હલચલ મચી ગઇ છે.અત્યાર સુધી આ ઘાતક વાયરસે ૩૦ લાખથી વધુ લોકોને શિકંજામાં લીધા છે અને લગભગ ર લાખથી વધુ લોકોના જીવ ગયા છે.અત્યાર સુધી આ વાયરસને નિપટવા માટે કોઇ વેકસીન કે ડ્રગ તૈયાર થઇ શકી નથી.માત્ર સોશ્યલ ડિસ્ટન્સીંગ જ આ બિમારીથી બચવાનો એક માત્ર માર્ગ છે.ચીનથી શરૂ થયેલ આ બિમારી સમગ્ર વિશ્વને પોતાના પંજામાં લઇ લીધેલ છે.આ વાયરસનો તોડ કાઢવા દુનિયાભરના નિષ્ણાતો રિસર્ચ કરી રહ્યા છે.આ દરમ્યાન ચીનના વૈજ્ઞાનિકોનું એક ચોંકાવનારૂં નિવેદન સામે આવ્યું છે જેમાં તેઓએ કહ્યું છે કે સાર્સ-કોવિ-ર જેને કારણે કોરોના બિમારી ફેલાઇ છે તેને રોકી શકાય તેમ નથી અને તે સીઝનલ ઇન્ફેકશન જેમ કે તાવ સ્વરૂપે દર વર્ષે પાછો ફરશે એટલે કે ત્રાટકશે.
અત્રે એ નોંધનીય છે કે દર વર્ષે સીઝનલ તાવથી ૩ લાખથી ૬.પ૦ લાખ લોકો મરે છે તેવું WHOએ અગાઉ કીધેલું છે.ચાઇનીઝ એકેડમી ઓફ મેડીકલ સાયન્સ હેઠળ ઇન્સ્ટીટયુટ ઓફ પેથોગન બાયોલોજીના ડાયરેકટર જીન કયુઆઇએ કહ્યું છે કે આ એ પ્રકારની મહામારી છે જે માનવી સાથે લાંબા સમય સુધી રહેશે.આ સીઝનલ બિમારી રહેશે અને માનવ શરીરની અંદર જ નિભાવવી પડશે.અનેક વૈજ્ઞાનિકો જેમાં અમેરિકી નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ એલર્જી એન્ડ ઇન્ફેકશન ડિસીઝના ડાયરેકટર એન્થોની ફાઉસી પણ સામેલ છે તેમનું કહેવું છે કે નવો કોરોના વાયરસનું સીઝનલ ઇન્ફેકશન થશે જેની અસર ઠંડીમાં વધુ દેખાશે.તો ભારતના પણ પબ્લીક હેલ્થ એકસપર્ટ માને છે કે સાર્સ કોવી-ર અહિં રોકાવા માટે આવ્યો છે આ વાયરસ નિヘતિ સ્વરૂપે આપણી આસપાસ જ રહેશે કારણ કે તેનું ટ્રાન્સમીશન હોય છે અને અનેક લોકો અને હળવા લક્ષણોવાળા દર્દીઓને ડાયગ્નાઇઝ કરી શકાયા નથી કે જેઓ ઇન્ફેકશન ફેલાવે છે.
બિમારી સ્પર્શોન્મુખ કેરિયર્સ થકી ફેલાય છે અને એ પણ મુશ્કેલ છે કે આટલી મોટી સંખ્યામાં દરેક લોકો પ્રોટેકશનનો ઉપયોગ કરે.ચીનનાં વૈજ્ઞાનિકોનાં જણાવ્યા અનુસાર કોરોના વાઇરસ કયારેય ધરમૂળથી ખતમ થઇ શકશે નહીં.ચીનનાં વૈજ્ઞાનિકોનાં આ નિવેદથી વિશ્વભરમાંથી એવી માહિતી મળી રહી છે કે ફલૂ ફેલાવતી ઋતુમાં આ વાઇરસ ફરીથી પ્રસરી શકે છે.ચીનનાં વાયરસ અને મેડિકલ સંશોધકોનાં એક સમૂહનું કહેવું છે કે આ નવો વાઇરસ ૧૭ વર્ષ પહેલા આવેલ સાર્સની જેમ નથી જે ખતમ થઇ જશે.સંશોધન કર્તાઓનું કહેવું છે કે લક્ષણ વગરનાં લોકો કોરોના વાયરસનાં સંકટને વધારી રહ્યાં છે. એસ્મ્પ્ટિોમેટિક લોકો વાયરસને ફેલાતો રોકવામાં અડચણરૂપ બની રહ્યાં છે કેમકે તેમને વાઇરસનાં લક્ષણ ના હોવાને લીધે તેઓ આ વાયરસને ફેલાવી શકે છે.જો કે સોર્સની બીમારીમાં આવું નહોતું.સાર્સની બીમારીમાં આવું નહોતું.સાર્સથી સંક્રમિત લોકો ગંભીરરૂપથી બીમારી થતા હતા અને એકવાર કવોરન્ટીન થયા બાદ સાર્સ ફેલાતો અટકી જતો હતો.
કોરોના વાયરસની મહામારી પર નિયંત્રણ મેળવ્યા બાદ પણ ચીનમાં દરરોજ એસિમ્પ્ટોમેટિક લોકોનાં કેસ સામે આવી રહ્યાં છે.ચાઇનિઝ એકેડેમી ઓફ મેડિકલ સાયન્સિસનાં પૈથોજન બાયોલોજીનાં ડિરેકટર ડિન કયૂઇએ જણાવ્યું કે,આ એક એવી મહામારી બની શકે છે જે માણસની સાથે લાંબા સમય સુધી રહેશે,ઋતુ અને શરીરનાં ફેરબદલની સાથે તે પણ બદલાતો રહેશે.વિશ્વભરનાં અન્ય સંશોધનકર્તાઓ અને સરકાર પણ એ વાત પર સહમત થઇ રહી છે કે લોકડાઉન હોવા છતાં આ વાયરસ ખતમ થવાની સંભાવના જોવા મળી નથી રહી.