By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ચીનનું પહેલું સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર લોન્ચિંગ માટે તૈયાર
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ચીનનું પહેલું સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર લોન્ચિંગ માટે તૈયાર
GeneralInternational

ચીનનું પહેલું સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર લોન્ચિંગ માટે તૈયાર

HM News
Last updated: 04/06/2022 7:36 AM
HM News
3 years ago
Share
SHARE

બેંગકોક : ચીન તેનું સૌથી નવું અને સૌથી અત્યાધુનિક એરક્રાફ્ટ કેરિયર લોન્ચ કરવા માટે તૈયાર છે.અહેવાલો મુજબ ચીનના આ પગલાંથી ચીની નૌકાદળને સમુદ્રમાં તેના સૈન્ય અભિયાનોનો ફેલાવો કરવામાં સરળતા થશે અને દક્ષિણ ચીન સમુદ્ર તથા પ્રશાંત સમુદ્રમાં તેનું પ્રભુત્વ વધશે.વોલ સ્ટ્રીટ જર્નલના એક રિપોર્ટ મુજબ સેટેલાઈટ તસવીરો પરથી શુક્રવારે ખુલાસો થયો છે કે શાંઘાઈની ઊત્તર-પૂર્વે જિયાંગનાન શિપયાર્ડમાં અનેક વર્ષો સુધીના કામ પછી ચીનનું ત્રીજું એરક્રાફ્ટ કેરિયર ટૂંક સમયમાં નૌકાદળને સોંપવામાં આવે તેવી શક્યતા છે.તે ટાઈમ ૦૦૩ના રૂપમાં ઓળખાય છે.પ્લેનેટ લેબ પીબીસી દ્વારા ૩૧મી મેના રોજ લેવાયેલી સેટેલાઈટ તસવીરો પરથી જણાય છે કે આ અત્યાધુનિક એરક્રાફ્ટનું કામ પૂરું થવાની તૈયારીમાં છે.

અહેવાલો મુજબ ટાઈપ ૦૦૩ ચીનનું સૌથી મોટું અને સૌથી એડવાન્સ એરક્રાફ્ટ કેરિયર છે અને તે અમેરિકન તથા ફ્રાન્સના કેરિયરની જેમ વિમાન લોન્ચ કરવા માટે નવી ઈલેક્ટ્રો મેગ્નેટ ગુલેલ ટેકનિકનો ઉપયોગ કરે છે.હડસન ઈન્સ્ટિટયૂટના સિનિયર ફેલો બ્રાયન ક્લાર્કે કહ્યું કે આ એરક્રાફ્ટ ચીન દ્વારા નિર્મિત પહેલું સ્વદેશી એરક્રાફ્ટ છે.બેઈજિંગનું પહેલું એરક્રાફ્ટ કેરિયર એક ભૂતપૂર્વ સોવિયેત એરક્રાફ્ટ હતું,જેનું વર્ષો પહેલા રિનોવેશન કરાયું હતું.

ચીન પાવર પ્રોજેક્ટના સિનિયર ફેલો મેથ્યુ ફુનાઓલેએ આ એરક્રાફ્ટ અંગે કહ્યું છે કે લોન્ચ થયા પછી ટાઈપ ૦૦૩ ચીની સમુદ્રી હિતોને સુરક્ષિત કરવાની તેની ક્ષમતાનો વિસ્તાર કરશે અને સાથે જ ચીની નૌકાદળને ચીનની મુખ્ય ભૂમિથી આગળ વીજળી પ્રોજેક્ટ કરવામાં સક્ષમ કરશે.ફુનાઓલેએ વધુમાં કહ્યું કે ચીની નૌકાદળ યાંગ્ત્ઝી નદીમાં એરક્રાફ્ટ કેરિયર લોન્ચ કરવાની તૈયારીમાં છે.ચીનની તૈયારી દર્શાવે છે કે તે તેના નૌકાદળનો પ્રસાર કરવામાં કાર્યરત છે.બધા જ સંકેત એ તરફ ઈશારો કરે છે કે ચીન ચોથા,પાંચમા અને કદાચ છઠ્ઠા એરક્રાફ્ટ કેરિયરની તૈયારીમાં છે.હાલમાં અમેરિકા ૧૧ એરક્રાફ્ટ કેરિયર સાથે દુનિયામાં ટોચ પર છે.

એરફોર્સના અત્યાધુનિક અપાચે હેલિકોપ્ટરનુ ખેતરમાં ઈમરજન્સી લેન્ડિંગ
Coronavirus Impact: આ પોર્ન સાઈટ આપે છે ફ્રીમાં પ્રીમિયમ કન્ટેન્ટ જોવાની સ્કીમ
આ નેતાઓને પોર્ન જોવા સિવાય બીજો ધંધો ખરો ? ચાલુ સદનમાં નેતા પોર્ન વિડીયો જોતા પકડાયા !
ITમાં ૪૦% GSTમાં ૫૦% રિટર્ન ભરવાના બાકી,તારીખ લંબાવવા માંગણી
શિવસેનાના ભૂતપૂર્વ સાંસદ આનંદરાવ અડસૂળના નિવાસસ્થાને એન્ફોર્સમેન્ટ વિભાગનો છાપો
Share This Article
Facebook Email Print
Previous Article તુર્કીમાં મોંઘવારીનો દર 73.5% પર 23 વર્ષની ટોચે
Next Article હવે તારી કંઇ જરૂર નથી : મોટા વરાછામાં હેડ કોન્સ્ટેબલ જમાઇ ઉપર સસરાનો લાકડાના ફટકાથી હુમલો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up