બેઈજિંગ, તા. 8 જૂન 2020 : ચીનના વુહાન શહેરથી ફેલાયેલા કોરોના વાયરસે અમેરિકા સહિત આખી દુનિયાને હચમચાવી મુકી છે.સ્થિતિ એવી છેકે માત્ર અમેરિકામાં જ કોરોનાએ એક લાખથી વધારે લોકોનો ભોગ લીધો છે જેથી અમેરિકા પહેલેથી જ આ મામલે ચીન પર આરોપ લગાવી રહ્યું છે. અમેરિકાના કહેવા પ્રમાણે ચીને જાણીજોઈને આ વાયરસને આખી દુનિયામાં ફેલાવ્યો ત્યારે આ બધા વચ્ચે ચીને એક શ્વેત પત્ર જાહેર કર્યું છે.
કોરોના વાયરસના પ્રસારને લગતા સમાચાર જાહેર કરવામાં મોડું કરવાને લઈ ચીન પર આરોપો મુકાઈ રહ્યા છે તેવામાં ચીને રવિવારે ફરી એક વખત પોતાને નિર્દોષ ગણાવ્યું હતું.ચીનના કહેવા પ્રમાણે કોરોનાનો પ્રથમ કેસ વુહાન ખાતે 27મી ડિસેમ્બરના રોજ સામે આવ્યો હતો જ્યારે ન્યૂમોનિયા અને લોકોમાંથી અન્ય લોકોમાં સંક્રમણ ફેલાતું હોવાની ખબર 19મી જાન્યુઆરીના રોજ પડી હતી. ચીને તેના પર અંકુશ મુકવા તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી દેવાઈ હોવાનું પણ જણાવ્યું હતું.
ચીન સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા શ્વેત પત્રમાં વુહાનમાં ગત વર્ષે કોરોનાના કેસ સામે આવવા અંગે જાણકારી છુપાવવાના અને તે અંગે મોડેથી જાણ કરવાના આરોપોને ખોટા ગણાવીને એક લાંબી વ્યાખ્યા આપવામાં આવી છે.અમેરિકા સહિત અનેક દેશના નેતાઓ ચીને ઘાતક બીમારી અંગે પારદર્શિતા સાથે જાણકારી ન આપી હોવાથી વિશ્વમાં વ્યાપક જાનહાનિ અને આર્થિક સંકટ થયું તેવો આરોપ મુકી રહ્યા છે.
શ્વેત પત્રમાં જણાવ્યા અનુસાર વુહાન ખાતે 27મી ડિસેમ્બર, 2019ના રોજ એક હોસ્પિટલે કોરોના વાયરસને ઓળખ્યો અને ત્યારબાદ સ્થાનિક સરકારે સ્થિતિને જોતા નિષ્ણાંતોની મદદ લીધેલી.ત્યારબાદ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગ (એનએચસી) દ્વારા રચવામાં આવેલી નિષ્ણાંતોની એક ઉચ્ચસ્તરીય ટીમે 19 જાન્યુઆરીના રોજ પ્રથમ વખત તે માનવથી માનવમાં ફેલાય છે તેવી પૃષ્ટિ કરી.જ્યારે વાયરસ લોકો દ્વારા અન્ય લોકોમાં ફેલાઈ રહ્યો છે તેવી ખબર પડી તો તેના નિયંત્રણ માટે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
ચીન સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા શ્વેતપત્રમાં વુહાનમાં ગત વર્ષે કોરોના વાયરસના કેસ આવતાં જાણકારી છુપાવવાનો તથા તેના વિશે મોડા જાણ કરવાના આરોપોને નકારી કાઢતાં એક લાંબી વ્યાખા આપવામાં આવી છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તથા અન્ય દેશોના નેતા ચીન પર આરોપ લગાવતાં રહ્યા છે કે તેના ઘાતક બિમારી વિશે પારદર્શિતા સાથે જાણકારી આપી નહી જેથી વિશ્વભરમાં વ્યાપક જનહિત અને આર્થિક સંકટ ઉત્પન્ન થઇ રહ્યા છે.
જોન હોપ્કિંસ કોરોના વાયરસ રિસોર્સ સેન્ટર અનુસાર આ ઘાતક વાયરસથી વિશ્વમાં 68 લાખ લોકો પ્રભાવિત થયા છે અને લગભગ ચાર લોકોના મોત થયા છે. અમેરિકામાં આ વાયરસથી સૌથી વધુ કહેર જોવા મળ્યો છે જ્યાં સંક્રમણના લીધે 19 લાખથી વધુ કેસ સામે આવ્યા છે અને એક લાખ નવ હજારથી વધુ લોકોના મોત થયા છે.
તો બીજી તરફ ચીનમાં આ વાયરસ સંક્રમણના કેસની સત્તાવાર સંખ્યા 84,177 છે. શ્વતપત્ર અનુસાર વુહાનમાં 27 ડિસેમ્બર 2019નાર રોજ હોસ્પિટલ દ્વારા કોરોના વાયરસની ઓળખ કર્યા બાદ સ્થાનિક સરકારે સ્થિતિને જોતાં વિશેષજ્ઞોની મદદ લીધી હતી. તેણે કહ્યું કે ‘નિષ્કર્ષ એ હતો કે વિષાણુજનિત નિમોનિયાનો મામલો હતો.


