ભારત દ્વારા ચીનનાં અહંકારને તોડવા માટે 59 ચાઈનીઝ મોબાઈલ એપ પર પ્રતિબંધ લગાવ્યા બાદ હવે દુનિયાનાં 27 દેશોએ તેની સામે મોરચો ખોલી દીધો છે. આ 27 દેશએ UNHRCમાં ચીનની સામે ફરિયાદ દાખલ કરી છે. અરજીમાં મનમાની રીતે નજરબંધી, વ્યાપર નિગરાની, પ્રતિબંધ, ઉઈગરો ઉપર અત્યાચાર અને ચીનમાં અન્ય અલ્પસંખ્યકો પર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. આ અરજીમાં માનવ અધિકારોનાં ઉલ્લંઘનનો હવાલો આપતા હાલમાંજ પાસ થયેલાં હોંગકોંગ સુરક્ષા કાયદાને ઉઠાવવામાં આવ્યો છે. તેને ચીન અને હોંગકોંગની વચ્ચે’ એક દેશ, બે પ્રણાલી’ની વિરુદ્ધ દર્શાવવામાં આવ્યો છે.
સાથે આવ્યા આ 27 દેશો
આ દેશોમાં ઓસ્ટ્રેલિયા, ઓસ્ટ્રિયા, બેલ્જિયમ, બેલિઝ, કેનેડા, ડેનમાર્ક, એસ્ટોનિયા, ફિનલેન્ડ, ફ્રાંસ, આઈસલેન્ડ, જર્મની, જાપાન, લાતવિયાસ, લિકટેંસ્ટિન, લક્ઝમબર્ગ, માર્શલ આઈસલેન્ડ, નેધરલેન્ડ, ન્યૂઝિલેન્ડ, નોર્વે, પલાઉ, સ્લોવાકિયા, સ્લોવેનિયા, સ્વીડન, સ્વિટ્ઝરલેન્ડસ અને યુકે સામેલ થયા છે.
ચીનની ચાલાકી ખૂલ્લી પડી : ભારતમાં વેપાર માટે સિંગાપોર-હોંગકોંગનો ઉપયોગ કરવાનો હતો પ્લાન
UNHRCમાં કરાઈ છે આ અરજી
યાચિકામાં ચીનને સંયુક્ત રાષ્ટ્રના એક ઉચ્ચાયુક્તને જિજિંયાંગ અને હોંગકોંગ સુધી પહોંચવાની પરમીશન મગાઈ છે. કારણ કે ત્યાં આંતરરાષ્ટ્રીય કાયદાઓને આધારે અધિકાર અને સ્વતંત્રતાની રક્ષા કરી શકાય. આ નિર્ણય ચીન પર ભારતના સૌથી મોટા કૂટનિતક અને વ્યાપાર રોક બાદ લેવામાં આવ્યો છે. ભારતે 59 ચીની એપ પર પ્રતિબંધ મૂકી દીધો છે. જે અંતર્ગત બેઇજિંગે આ બાબતને ડબલ્યૂટીઓના માનદંડોનું ઉલ્લંઘન કરાયું હોવાનું જણાવ્યું છે.
સબસિડીનો લાભ મેળવવા LPG કનેક્શનને જલ્દી આધારકાર્ડ સાથે કરો લિંક, અહીં જાણો સૌથી સરળ રીત
અમેરિકાએ આ બે કંપની પર લગાવ્યો પ્રતિબંધ
અમેરિકાએ મંગળવારે ચીનની બે કંપનીઓ હુઆવેઇ ટેકનોલોજી અને જેડીટીઈ કોર્પોરેશનને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો હોવાનું માની પ્રતિબંધ લગાવી દીધો છે. આ સિવાય ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસને એક કાયદો પણ પસાર કરી દીધો છે. જે ચીનને અલ્પસંખ્યકો ઉપર બળજબરીથી કાર્યવાહી પર દંડની જોગવાઈ કરી શકાશે. વ્હાઈટ હાઉસે કહ્યું છે કે ટ્રમ્પે 2020 ઉઈગર માનવાધિકાર નીતિ અધિનિયમ પર સહી કરી દીધી છે. આ ચીન દ્વારા ઉઈઘર અને અન્ય અલ્પસંખ્યકોની જાતિની ઓળખ અને ધાર્મિક માન્યતાઓને રદ કરી શિબિરોમાં બળજબરીથી પૂરી રાખી તેમની સાથે દુર્વ્યાવહાર કરવાનો જવાબ છે. અમેરિકાએ ચીનની હરકતો જોઈ હોંગકોંગ સાથે રક્ષા નિર્યાત સોદાઓ પર પ્રતિબંધ લગાવી દીધો છે.
કોરોના વાયરસના પ્રકોપ વચ્ચે ચીનની ચાલબાજી
કોરોના વાયરસના પ્રકોપ વચ્ચે ચીનને દુનિયાભરના આલોચકોની ટીકાઓનો સામનો કરવો પડ્યો છે. આ મહામારીમાં અત્યારસુધીમાં 5,12,913 લોકોનાં મોત થયા છે. જ્યારે 1,05,85,1,52 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. ચીન સામે કોરોનાનો પ્રકોપ છૂપાવવાનો પણ આરોપ લાગ્યો છે. કેટલાક રિપોર્ટ અનુસાર ચીનમાં કોરોનાનું સંક્રમણ ઓગસ્ટમાં શરૂ થયું હતું જે ચીને છૂપાવી રાખ્યું હતું. દુનિયાભરમાં કોરોનાની મહામારી વચ્ચે ચીન હાલમાં વિસ્તારવાદી નીતિ અપનાવી પડોશી દેશો સાથે ઘર્ષણ વધારી રહ્યું છે. જેનું મુખ્ય કારણ કોરોનાની બદનામીને ટાળવાનું પણ છે.