28મી માર્ચ, 2022 સોમવાર : રશિયા-યુક્રેન યુદ્ધને પગલે રેકોર્ડ હાઈ પર પહોંચેલ ક્રૂડ ભાવની આગઝરતી તેજી હવે અટકી રહી છે અને કારણ પણ એવું છે કે ગ્રાહ્ય નથી.ચીનમાં ફરી કોરોનાના કેસ વધતા માંગમાં ઘટાડો થવાની આશંકાએ ભાવ પર દબાણ જોવા મળી રહ્યું છે.
સામે પક્ષે રશિયા જે ક્રૂડનું વિશ્વનું બીજા નંબરનું સૌથી મોટું નિકાસકાર છે ત્યાં સ્થિતિ સામાન્ય થવાની અપેક્ષા અને ઓપેક દેશો તરફથી આ સપ્તાહની બેઠકમાં સપ્લાય વધારવાની આશંકા ક્રૂડમાં ઘટાડો લંબાયો છે.
બ્રેન્ટ ક્રૂડ સોમવારના શરૂઆતી સત્રમાં 5%ના ઘટાડે 115 ડોલરની આસપાસ પહોંચ્યું છે અને નાયમેક્સ ક્રૂડ પણ 5.30 ડોલરના ઘટાડે 108 ડોલર પ્રતિ બેરલની આસપાસ કામકાજ કરી રહ્યું છે.
ચીનના શાંઘાઈ શહેરમાં 2.6 કરોડ લોકોને લોકડાઉનમાં ધકેલવામાં આવ્યા છે. સરકારે બ્રિજ,ટનલો બંધ કરી છે.હાઈવે પરનો ટ્રાફિક ઘટાડવાનો આદેશ આપવામાં આવ્યો છે જેથી સંક્રમણ ઘટે અને કોરોનાને કાબૂમાં લઈ શકાય.


