બેઈજિંગ, તા.૬ : ચીનમાં વધી રહેલા કોરોનાના કેસને કારણે આખરે એશિયન ગેમ્સ ૨૦૨૨ સ્થગિત કરવાનો નિર્ણય લેવો પડયો છે.ચીનના હાંગઝૂ શહેરમાં તારીખ ૧૦મી સપ્ટેમ્બરથી એશિયન ગેમ્સનો પ્રારંભ થવાનો હતો.જોકે હાલમાં ચીનમાં કોરોનાના કેસમાં જબરજસ્ત ઉછાળો આવ્યો છે અને આ પરિસ્થિતિને જોતા એશિયન ગેમ્સને સ્થગિત કરવામાં આવી છે.એશિયન ગેમ્સ હવે ક્યારે યોજાશે તેની સ્પષ્ટતા કરવામાં આવી નથી, પણ ટૂંક સમયમાં તે અંગે વધુ જાહેરાત કરવામાં આવશે.શાંઘાઈ શહેરમાં મોટાપાયે કોરોનાના કેસ નોંધાવા લાગ્યા છે અને શહેરમાં કડક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.ત્યારથી એશિયન ગેમ્સના આયોજન સામે પ્રશ્નાર્થ સર્જાયો હતો.