– બેઈજિંગમાં પ્રવેશવાના તમામ રસ્તાઓ બંધ કરી દેવાયા હોવાનો, PLA તમામ હાઈવે બ્લોક કરી રહ્યું હોવાનો અને દેખાવકારોની અટકાયત કરવામાં આવી રહી હોવાનો ચીની સોશિયલ મીડિયા યુઝર્સનો દાવો
નવી દિલ્હી, તા. 24 સપ્ટેમ્બર 2022, શનિવાર : સોશિયલ મીડિયામાં એવો દાવો થઈ રહ્યો છે કે, ચીનની સેનાએ રાષ્ટ્રપતિ શી જિનપિંગને હાઉસ અરેસ્ટ કર્યા છે.એટલે કે, શી જિનપિંગ હાલ નજરકેદમાં છે.ભાજપના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સુબ્રમણ્યમ સ્વામીએ પણ આ અટકળોને ધ્યાનમાં લઈને એક ટ્વિટ કરી છે.અટકળો પ્રમાણે ચીનની સેનાએ તખ્તાપલટ કરી દીધો છે અને તે સત્તા પર કબજો જમાવવાની તૈયારીમાં છે.આ અટકળોના કારણે સમગ્ર વિશ્વમાં સનસનાટી મચી ગઈ છે.જોકે ચીનના સત્તાવાર મીડિયામાં આ અંગે હજુ કોઈ વિગતો બહાર નથી પાડવામાં આવી.
New rumour to be checked out: Is Xi jingping under house arrest in Beijing ? When Xi was in Samarkand recently, the leaders of the Chinese Communist Party were supposed to have removed Xi from the Party’s in-charge of Army. Then House arrest followed. So goes the rumour.
— Subramanian Swamy (@Swamy39) September 24, 2022
સુબ્રમણ્યમ સ્વામીએ લખ્યું હતું કે, નવી અફવાઓ અંગે તપાસ કરવામાં આવશે- શું શી જિનપિંગને બેઈજિંગમાં હાઉસ અરેસ્ટ કરવામાં આવ્યા છે? તાજેતરમાં જિનપિંગ જ્યારે સમરકંદમાં હતા ત્યારે ચાઈનીઝ કોમ્યુનિસ્ટ પાર્ટીના નેતાઓએ શીને પાર્ટીના સૈન્ય પ્રભારી પદેથી દૂર કર્યા હોવાનું માનવામાં આવતું હતું.ત્યાર બાદ તેમને નજરકેદમાં લેવામાં આવ્યા આ પ્રકારની અફવાઓ ચાલી રહી છે.ચીની સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા બેઈજિંગમાં પ્રવેશવાના તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હોવાનું જણાવાઈ રહ્યું છે.તે સિવાય ચીનના લોકો છેલ્લા 2 દિવસથી બેઈજિંગ એરપોર્ટે 6,000થી પણ વધારે ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ રદ્દ કરી હોવાનું જણાવી રહ્યા છે.
પ્રાપ્ત અહેવાલો પ્રમાણે ચીનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હુ જિન્તાઓ અને ચીનના પૂર્વ વડાપ્રધાન વેન જિયાબાઓએ ફરી CGBનો કંટ્રોલ મેળવ્યો તે સાથે જ બેઈજિંગની સેન્ટ્રલ કમિટીના સદસ્યોને ફોન દ્વારા જાણ કરી દેવામાં આવી હતી.તે ક્ષણે જ ઓરિજનલ સ્ટેન્ડિંગ કમિટિએ જિનપિંગનો સૈન્ય અધિકાર પણ છીનવી લીધો હતો. 16મી સપ્ટેમ્બરના રોજ જિનપિંગ બેઈજિંગ પરત ફર્યા ત્યારે એરપોર્ટ પર જ તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા અને હાલ તેઓ નજરકેદમાં હોવાની શક્યતા છે.
આમ વર્તમાન અટકળોને જોતાં જે લોકો જિનપિંગને ફરી સત્તામાં જોવા ઈચ્છે છે તેમની જિનપિંગ ત્રીજી વખત પણ રાષ્ટ્રપતિ બને તેવી આશાઓ પર પાણી ફરી વળે તેવી શક્યતા છે.