By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ચીને પહેલા કોરોના ફેલાવ્યો પછી 400 કરોડ માસ્ક વેચી કરોડોની કમાણી કરી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ચીને પહેલા કોરોના ફેલાવ્યો પછી 400 કરોડ માસ્ક વેચી કરોડોની કમાણી કરી
GeneralInternational

ચીને પહેલા કોરોના ફેલાવ્યો પછી 400 કરોડ માસ્ક વેચી કરોડોની કમાણી કરી

HM News
Last updated: 06/04/2020 8:32 AM
HM News
5 years ago
Share
SHARE

– ચીને કોરોના મહામારીનો લાભ લઇ વ્યાપાર કર્યો
– 50 દેશોમાંથી ઓર્ડર મળ્યા, 16 હજારથી વધુ વેન્ટિલેટર પણ વેચ્યા, સામાન હલકી ક્વોલિટીનો નિકળ્યો

બેઇજિંગ,

ચીનમાં કોરોના વાઇરસની શરૂઆત થઇ હતી, જે બાદમાં ભારત સહિત સમગ્ર વિશ્વમાં ખુબ જ ઝડપથી ફેલાઇ ગયો છે. આ પરિસ્થિતિ વચ્ચે હવે ચીને માસ્ક વેચી વ્યાપાર કરવાનું શરૂ કરી દીધુ છે. ચીને કહ્યું છે કે અમે વિશ્વમાં ૪૦૦ કરોડ માસ્ક વેચ્યા છે. જ્યારે કોરોનાની શરૂઆત થઇ ત્યારે જ ચીનમાં માસ્કનું ઉત્પાદન વધારી દેવામાં આવ્યું હતું. ચીનમાં હાલ ૧૦ હજાર જેટલી ફેકટરીમાં માસ્કનું ઉત્પાદન થઇ રહ્યું છે.

ચીનના જણાવ્યા અનુસાર તેણે વિશ્વમાં આશરે ૪૦૦ કરોડ માસ્ક વેચ્યા, આ ઉપરાંત કોરોના સામે મહત્વના ગણાતા ૧૬ હજાર વેન્ટીલેટરનું પણ વેચાણ કર્યું. જ્યારે ૩૭.૫ મિલિયન એવા કપડા અને વસ્તુઓ મોકલી કે જે વાઇરસથી સુરક્ષા આપવામાં મદદરુપ થાય. કોરોનાને ચકાસવા માટે અતી જરુરી ગણાતી ટેસ્ટિંગ કિટનું વેચાણ પણ કર્યું, આવી આશરે ૨.૮૪ મિલિયન કિટ વેચી છે.

આ જાણકારી ચીનના કસ્ટમ અધિકારી જિન હેઇએ આપી હતી, તેમણે જણાવ્યું હતું કે અમારી પાસે ૫૦ દેશોમાંથી માસ્ક, વેન્ટિલેટર જેવા મેડિકલ સામાનનો ઓર્ડર આવ્યો હતો. અત્યાર સુધીમાં જે મેડિકલ સામાન વેચ્યો તેનાથી ચીને ૧.૪ અબજ ડોલરની કમાણી કરી લીધી છે.

જોકે બીજી તરફ તુર્કી, નેધરલેન્ડ, ફિલિપાઇન્સ, ક્રોટીઆ, તુર્કી અને સ્પેનમાં ચીને જે સામાન મોકલ્યો તો અત્યંત હલકી ક્વોલિટીનો નિકળ્યો જેને પગલે તેને પરત આપવાની જાહેરાત કરી દીધી છે જ્યારે પાકિસ્તાનને બ્રામાંથી બનેલા માસ્ક વેચી દીધા છે.

ગત સપ્તાહે આ દેશોની સરકારે પણ કહ્યું હતું કે ચીને જે માસ્ક મોકલ્યા છે તેની ક્વોલિટી અત્યંત નબળી કક્ષાની છે. જોકે ચીને કહ્યું હતું કે અમારે ત્યાં અલગ અલગ પ્રકારના માસ્કનો ઉપયોગ થાય છે જેવી માગણી કરી તેવા આપ્યા છે.

સાવચેત રહેવું અનિવાર્ય, સક્રિય કેસોની સંખ્યા 1.31 લાખને પાર પહોંચી
કંપની ડાયરેકટરોને પગાર કેટલો? ટેકસ ચુકવ્યો છે? : GST વિભાગે નોટીસો ફટકારતા ઉહાપોહ
પહેલી કેબિનેટ બેઠકમાં CM યોગીનો મહત્વનો નિર્ણય, ફ્રી રાશન યોજના લંબાવી
સુરત-મુંબઇ હાઇવે પર બારડોલીના NRI પરિવારને અકસ્માત નડયો : ચારના કમકમાટીભર્યા મોત
WHOએ કોરોનાને લઇ ભારતને આપી મોટી ચેતવણી, લોકડાઉનથી નહીં ચાલે ચીન-સિંગાપુર જેવું…
Share This Article
Facebook Email Print
Previous Article ભારતમાં દર ચાર દિવસે કોરોનાના પોઝિટિવ કેસ બમણા થઈ રહ્યા છે : આરોગ્ય મંત્રાલય
Next Article અમેરિકામાં કોરોનાથી વધુ ૮૭૪નાં મોત છતાં ટ્રમ્પ લોકડાઉન દૂર કરવાની તૈયારીમાં
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up