દેશભરમાં Corona વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. ગુરુવારે દેશમાં કુલ 12 હજાર કેસ સામે આવ્યાં છે.આ વચ્ચે ભારતે ચીનથી દોઢ કરોડ કિટ્સનો ઓર્ડર મંગાવ્યો છે.આ વચ્ચે ચીનની મોટી ખાનગી કંપનીઓ તરફથી ભારતને દાન સ્વરૂપે મળેલી અનેક કિટ્સ તપાસમાં નિષ્ફળ રહી છે.
એક અહેવાલ અનુસાર,આ મામલા સાથે સંબંધિત એક શખ્સે જણાવ્યું કે ચીનથી 1,70,000 PPE કિટ્સ આવી છે,જેમાં 50 હજાર કિટ્સ ક્વોલીટી ટેસ્ટમાં ફેલ થઇ ગઇ.શખ્સે જણાવ્યું કે, 30 હજાર અને 10 હજાર કિટ્સના બે નાના કન્સાઇમેંટ્સ પણ આવ્યા જે ટેસ્ટમાં ફેલ થઇ ગયાં છે.આ કિટ્સ ડિફેંસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન લેબોરેટરી ગ્વાલિયરમાં ટેસ્ટ કરવામાં આવી.
ચીન પાસેથી લીધા તમામ સૂટ
રિપોર્ટ અનુસાર,એક તરફ સરકારી અધિકારીઓએ કહ્યું કે તે ફક્ત CE/FDAcertified PPE કિટ ખરીદી રહ્યા છે.દાન રૂપે મેળેલી કેટલીક કિટ્સ ગુણવત્તા પરિક્ષણમાં નિષ્ફળ રહી અને તેમનો ઉપયોગ ન કર શકાય સાથે જ આ મામલે સાથે સંબંધિત એક વ્યક્તિએ કહ્યું કે CE/FDAcertified PPE એ ભારતમાં ગુણવત્તા ટેસ્ટ પાસ કરવી પડશે.
રિપોર્ટ અનુસાર, જે કિટ્સ ટેસ્ટમાં નિષ્ફલ રહી છે,તે ભારતમાં મોટી ખાનગી કંપનીઓ તરફથી દાનમાં મળી હતી. એક રિપોર્ટ અનુસાર,આ સમગ્ર પ્લાનિંગ વિશે જાણકારી ધરાવતા લોકોએ જણાવ્યું કે કમી પૂરી કરવા માટે વેપારીઓના માધ્યમથી વધુ 1 લાખ સૂટનો ઓર્ડર આપવામાં આવ્યો છે,જેમાં એક સિંગાપોરની કંપની પણ સામેલ છે.જો કે તમામ સૂટ ચીનથી જ લાવવામાં આવશે.
ઘરેલૂ નિર્માણમાં તેજી
રિપોર્ટ અનુસાર,શખ્સે કહ્યું કે મેના પ્રથમ સપ્તાહ સુધીમાં આપણા પાસે આ સૂટ હોવા જોઇએ.તેમણે કહ્યું કે વધુ ઓર્ડર આપવામાં આવી રહ્યા છે. સરકારનો અંદાજ છે કે જો ભારતમાં 20 લાખ પીપીડી સૂટ હોય તો ભારત સારી સ્થિતિમાં આવી જશે.સરકારી અધિકારીઓએ જણાવ્યું કે ગભરાવાની જરૂર નથી.એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે ઓર્ડરની સંખ્યા વધી રહી છે. ચીન મેજર સપ્લાયર છે.આપણે પહેલા આયાત સંપૂર્ણપણે આધારિત હતાં અને કોઇને આશા ન હતી કે માગમાં વધારો થશે.તેમણે જણાવ્યું કે ઘરેલૂ નિર્માણમાં તેજી આવી રહી છે.
ચીને ભારતને આપી 6.50 લાખ કોરોના ટેસ્ટિંગ કીટ
ચીનમાં ભારતીય રાજદૂત વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે રેપિડ એન્ટિબોડી ટેસ્ટ અને આરએનએ એક્સ્ટ્રેક્શન કીટ સહિત 6 લાખ 50 હજાર કીટ ચીનના ગુઆંગઝુ એરપોર્ટથી ભારત મોકલવામાં આવી છે.ઝડપી એન્ટિબોડી રક્ત પરિક્ષણમાં,દર્દીના લોહીના નમૂના લેવામાં આવે છે.તેનું પરિણામ 15 થી 20 મિનિટમાં આવે છે.આ ટેસ્ટથી જાણવા મળે છે કે, શું એન્ટિબોડીઝ શંકાસ્પદ દર્દીના લોહીમાં કોરોના વાઈરસ સામે લડવાનું કામ કરી રહી છે કે નહીં.આ પરીક્ષણ વધુ અસરકારક છે.શરૂઆતના કેટલાંક ટેસ્ટમાં જલ્દીથી લક્ષણો દેખાતા નહોતા.પરંતુ આ ટેસ્ટ દ્વારા તેનું જલ્દી પરિણામ મેળવી શકાય છે.
જો કે,દર્દીને કોરોના વાઈરસથી ચેપ લાગ્યો છે કે કેમ તેની ઝડપી એન્ટિબોડી પરીક્ષણો પુષ્ટિ કરતા નથી પરંતુ આ પરીક્ષણથી,તે જાણી શકાય છે કે કયા ક્ષેત્રમાં કોરોના કેસ ઝડપથી વધી રહ્યા છે.દેશમાં પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ (PPE)ની અછતની સમસ્યામાં હાલ પૂરતું કોઈ રાહત મળે એમ જણાતું નથી. ભારતે પાંચ એપ્રિલે ચીન પાસેથી 1.70 લાખ PPE કિટ આવી હતી. આમાંથી 50,000ની ગુણવત્તા ટેસ્ટમાં નિષ્ફળ થઈ ગઈ હતી. આ કિટની તપાસ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO)ની લેબોરેટરીમાં થઈ હતી. ચીનથી આવેલાં મેડિકલ સાધનોમાંથી ઘણાં સાધનોનો ઉપયોગ નથી કરવામાં આવી રહ્યો, કેમ કે દેશમાં થયેલી તપાસમાં એ નિષ્ફળ રહ્યાં છે, એમ એક સૂત્રએ જણાવ્યું હતું. ચીન આ ઉપકરણોને સપ્લાય કકરવાનો વિશ્વનો સૌથી મોટો નિકાસકર્તા દેશ છે. જોકે કોરોનાની તપાસ માટે ચીનથી 6.5 લાખ ટેસ્ટિંગ કિટ આવી રહ્યાં છે, જે આજે દેશમાં પહોંચવાની અપેક્ષા છે.
ચીનનો PPE હલકી ગુણવત્તા કિટની વિશ્વભરમાં સપ્લાય
કોરોના વાઇરસ ઉદઘમ સ્થાન ચીનથી વિશ્વભરમાં ફેલાયો હતો,પણ પછી ચીનના ત્યાંથી મેડિકલ સપ્લાયને નામે વિશ્વની સાથે મજાક કરી રહ્યું છે. યુરોપીય અનેક દેશોમાં ચીને હલકી ગુણવત્તાની PPE કિટ મોકલી રહ્યું છે.
સોશિયલ મિડિયામાં વિડિયો વાઇરલ
સોશિયલ આવા તમામ વિડિયો વાઇરલ થઈ રહ્યા છે,જેમાં ચીને મોકલેલી PPE કિટ પહેરતાં જ ફાટી જાય છે. માસ્કને નામે ચીને શરમજનક હરકત કરી હતી.પાછલા દિવસોમાં ચીને સદાબહાર મિત્ર પાકિસ્તાનને અંડરવેરથી બનેલા માસ્ક મોકલ્યા હતા. જોકે ચીને ભારત સાથે પણ ભદ્દી મજાક કરી હતી.
દેશમાં ચીનથી આવેલી PPE કિટમાં એક ચતુર્થાંશ કિટ હલકી ગુણવત્તા
પાંચ એપ્રિલ સુધી દેશમાં ચીનથી આશરે 1.70 લાખ PPE કિટની સપ્લાય તો કરી,પણ એમાંથી 50,000 કિટની ગુણવત્તા સાવ હલકી છે.
દેશમાં દરરોજ એક લાખ PPEની કિટ જરૂર
સરકારી અધિકારીઓનું કહેવું છે કે તેઓ માત્ર CE/FDAથી માન્યતા પ્રાપ્ત PPEની જ ખરીદી કરી રહ્યા છે.જોકે સરકારને કેટલાંય કન્સાઇન્ટમેન્ટ ડોનેશન તરીકે પણ મળ્યાં છે.જોકે દેશમાં હાલ દરરોજ એક લાખ PPE કિટની જરૂર છે.
ચીન, જાપાન અને કોરિયાથી મોટા ભાગની કિટની આયાત
દેશમાં મોટે ભાગે PPE કિટ ચીન, જાપાન અને કોરિયાથી આવે છે.જોકે જાપાન અને કોરિયાની કિટ્સ બહુ મોંઘી છે.વિશ્વભરમાં ફેલાયેલા કોરોના વાઇરસને લીધે યુરોપ અને અમેરિકાએ હવે નિકાસ માટે આ કિટ્સ બનાવવી બંધ કરી દીધી છે.