એજન્સી, beijing
ચીને કોરોના વાયરસથી પેદા થનારા કારણોની તપાસ કરવા માટે વુહાનમાં અમેરિકાની એન્ટ્રીની માંગ ફગાવી દીધી છે.ચીને સોમવારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વુહાનમાં એક અમેરિકન ટીમની કોરોના વાયરસની ઉત્પતિની તપાસ કરવાની પરવાનગી આપવાની માંગને નકારી કાઢી દીધી હતી.ચીને અમેરિકાની માંગને ફગાવી દેતા કહ્યું હતું કે,અમે કોરોનાથી પીડિત છીએ પરંતુ ગુનેગાર નથી.
કોરોના વાયરસને પ્લેગ ગણાવતા ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે કહ્યું હતું કે,તેઓ ચીનથી ખુશ નથી. ગત વર્ષે ડીસેમ્બર માસમાં મધ્ય ચીનના હુબેઈ પ્રાંતની રાજધાની વુહાનમાં કોરોના વાયરસની શરૂઆત થઇ હતી.
પત્રકારો સાથે વાતચીત દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે,અમે ઘણા સમય પહેલા તેમને કહ્યું હતું કે,અમે વુહાનની અંદર જવા માટે ઇચ્છીએ છીએ,અમે જોવા માટે ઈચ્છી રહ્યા છીએ કે શું થઇ રહ્યું છે અને હું તમને જણાવી શકું છું કે તેઓએ અમને બિલકુલ આમંત્રિત કર્યા ન હતા.અમેરિકાએ આ વાતની તપાસ શરુ કરી છે કે શું વુહાન ઇન્સ્ટીટયુટ ઓફ વાયરોલોજીથી ઘાતક વાયરસ બહાર નીકળીને આવ્યો છે.
ડોનાલ્ડ ટ્રમ્પની ટિપ્પણીઓ પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે,ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગેંગ શુઆંગે જણાવ્યું હતું કે,વાયરસ દરેક માનવજાતિનો દુશ્મન છે.બેઇજીંગમાં મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું હતું કે આ વાયરસ દુનિયાના કોઈપણ ભાગમાં પેદા થઇ શકે છે.બીજા દેશોની જેમ ચીન પણ આ વાયરસથી પીડિત છે ન તો તે ગુનેગાર છે.અમે વાયરસને ફેલાવવાનું કામ થોડી કરી રહ્યા છીએ.