ચીન દાવો કરી રહ્યુ છે કે કોરોનાનો ઉદભવ અમેરિકામાં થયો, તેની મિલેટરી વાયરસને ચીનમાં લઇને આવી
એજન્સી,બેઇજિંગ
કોરોના મહામારી ચીનમાં કેવી રીતે ફેલાઇ અને તેનુ ઉદભવસ્થાન કયુ છે,આ મુદ્દાને લઇને ચીન અને અમેરિકા એકબીજા પર આરોપ લગાવી રહ્યા છે. કોરોના મહામારીથી સૌથી વધુ પ્રભાવિત અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ આ વાયરસને ચીની વાયરસ સંબોધી ચૂક્યા છે તો ચીન પણ દાવો કરી રહ્યુ છે કે, આ વાયરસ અમેરિકાથી ફેલાઇ છે, કોરોના વાયરસને અમેરિકિન મિલેટરી ચીનમાં લાવી હતી.
જોકે હકીકત એ છે કે ચીનને પણ આ બાબતનો અહેસાસ છે કે આખી દુનિયા તેને શંકાની નજરે જોઇ રહી છે અને આ જ કારણોસર નોવેલ કોરોનાના ઓરિજિન સાથે જોડાયેલા એકેડમિક શોધોના રિપોર્ટ્સ પર તે બ્રેક લગાવી ચૂક્યુ છે.અહીં સુધી કે બે યુનિવર્સિટીઓ પણ આ પ્રકારની નોટીસ જાહેર કરી પાછળથી તેને ડિલીટ કરી ચૂકી છે.
નવી નીતિ મુજબ કોવિડ-19 સાથે જોડાયેલા એકેડમિક પેપરનુ પુનનિરીક્ષણ કરવામાં આવશે અને તે પછી તેને પબ્લિશ કરવાની મંજૂરી મળશે. વાયરસના ઓરિજન સાથે જોડાયેલી શોધોની પણ તપાસ કરી સરકારી સંસ્થા દ્વારા મંજૂરી મળ્યા પછી જ રિપોર્ટ ખુલ્લો મુકવામાં આવશે.ચીન કોરોના વાયરસની હકીકતને છુપાવવાના પ્રયત્ન કરી રહ્યુ છે,આ જ કારણથી રિસર્ચ પેપરના પ્રકાશન મુદ્દે તેણે અતિ કડક નિયમો લાગુ કરી દીધા છે.ચીનની આ નીતિ કોરોના વાયરસના સાચા ખુલાસા મુદ્દે દુનિયાને અંધારામાં રાખવાની નીતિ કહી શકાય એમ છે.
કોરોનાનો પહેલો કેસ ડિસેમ્બરમાં ચીનના વુહાનમાંથી સામે આવ્યો હતો. માનવામાં આવી રહ્યુ છે કે વુહાનની સીફૂડ માર્કેટથી આ વાયરસ ફેલાયો હતો. ચીની અને પશ્ચિમી દેશોના વિજ્ઞાનીઓનુ કહેવુ છે કે આ વાયરસ ચામાચીડિયાથી પૈદા થયો છે જે મનુષ્યોમાં ફેલાયો છે.ચીન દાવો કરી રહ્યુ છે કે કોરોના વાયરસ અમેરિકામાં પેદા કરવામાં આવ્યો અને તેની મિલેટરી વાયરસને ચીન સુધી લાવી.