વુહાનથી શરૂ થયેલા કોરોના વાયરસના કહેરથી ઝઝૂમી રહેલા અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ ચીનને ખૂબ ખરું-ખોટું સંભળાવ્યું છે. પોમ્પિયોએ કોરોના વાયરસને ‘વુહાન વાયરસ’ ગણાવ્યો. તેમણે કહ્યું કે ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી, રૂસ અને ઇરાન કોરોના વાયરસની મહામારીને લઇ ખોટી માહિતી ફેલાવી રહ્યા છે. તેમનો હેતુ લોકોમાં ભય અને ભ્રમ પેદા કરવાનો છે.
પોમ્પિયોનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકામાં કોરોનાથી મૃતકોની સંખ્યા 252 પર પહોંચી ગઇ છે. ત્યાં દુનિયાભરમાં 11 હજારથી વધુ લોકોના મહામારીથી મોત થયા છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બાદ હવે વિદેશ મંત્રી પોમ્પિયોએ કોરોનાને લઇ ચીન પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે ખોટી માહિતીઓ દુનિયાભરમાં અચાનકથી સામે આવેલા લોકોની સાથો સાથ ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી, રૂસ અને ઇરાની પ્રશાસનથી આવી રહી છે. આપણે આ પ્રયાસોને નિશ્ચિતરૂપે રોકવી પડશે જે આપણા લોકતંત્ર, આપણી સ્વતંત્રતા અને આપણે કેવી રીતે વુહાન વાયરસને ઉકેલી રહ્યા છીએ તેને ધક્કો પહોંચાડાવ માંગે છે.ચીનની હરકતથી દુનિયા ખતરામાં: પોમ્પિયો
અમેરિકન વિદેશ મંત્રીએ કહ્યું કે આની પહેલાં અમે ચીનને એ પ્રસ્તાવ આપ્યો હતો કે અમારા નિષ્ણાત તેમની અને ડબ્લયુએચઓની મદદ માટે ચીન જશે પરંતુ અમને તેની મંજૂરી આપી નહીં. આ પ્રકારની વસ્તુઓ ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીએ કરી તેનાથી દુનિયા અને વિશ્વભરના લોકો ખતરામાં આવી ગયા છે. આની પહેલાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આરોપ મૂકયો હતો કે ચીને કોરોના વાયરસને લઇ પ્રારંભિક માહિતી છુપાવી તેની સજા આજે દુનિયા ભોગવી રહ્યું છે.ટ્રમ્પે કોરોના વારયસને ચીની વાયરસ ગણાવતા કહ્યું કે દુનિયા તેમના કર્મોની ખૂબ જ મોટી સજા સંભળાવી રહ્યું છે. ટ્રમ્પનો ઇશારો એ વાતની તરફ હતો કે ચીને યોગ્ય સમય પર કોરોના વાયરસને ફેલાવાની પૂરી માહિતી શેર કરી નહીં. ટ્રમ્પે કહ્યું કે આ બીમારીને ચીનથી જ રોકી શકાતી હતી જ્યાંથી તે શરૂ થઇ હતી. તેમણે કહ્યું કે જો ચીને યોગ્ય માહિતી સમય પર આપી હોત તો અમેરિકન અધિકારી સમય પર પગલાં ઉઠાવત અને આ મહામારીને ફેલાતી રોકી શકયા હોત.કોરોના વાયરસ અમેરિકન સેના વુહાન લાવી: ચીન
ટ્રમ્પ અને અમેરિકન રક્ષામંત્રીનું આ નિવેદન ચીનના એ દાવા બાદ આવ્યું છે જેમાં તેમણે કહ્યું હતું કે કિલર કોરોના વાયરસ વુહાનથી નહીં પરંતુ અમેરિકાથી ફેલાયો છે. વુહાનમાં તેના સંક્રમણની પાછળ અમેરિકન સેનાનો હાથ હોઇ શકે છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવકતા લિજિયન ઝાઉએ દાવો કર્યો હતો કે કોરોના વાયરસ અમેરિકામાં જન્મ.યો અને બની શકે કે વુહાનમાં તેને લાવવા પાછળ અમેરિકન સેના હોય.
પ્રવક્તાએ અમેરિકાના સેન્ટર ફોર ડિસીજ કંટ્રોલના ડાયરેકટર રોબર્ટ રેડફીલ્ડના એક વીડિયોને પણ ટ્વીટ કર્યો છે જેમાં તેઓ કથિત રીતે સ્વીકાર કરી રહ્યા છે કે ફ્લૂથી કેટલાંક અમેરિકનના મોત થયા હતા પરંતુ મોત બાદ ખબર પડી કે તેઓ કોરોના વાયરસથી સંક્રમિત હતા. રેડફીલ્ડ અમેરિકન સંસદની સમિતિની સામે આ સ્વીકાર કર્યો. લિજિયન ઝાઉએ બીજી એક ટ્વીટમાં પ્રશ્ન કર્યો કે અમેરિકામાં કેટલા લોકો સંક્રમિત છે, કેટલાં હોસ્પિટલમાં દાખલ છે, સૌથી પહેલાં કયો દર્દી સંક્રમિત થયો, આ બધા આંકડાઓને જાહેર કરવા જોઇએ. પ્રવકતાએ આરોપ મૂકયો કે બની શકે કે અમેરિકન સેના જ વુહાનમાં કોરોના વાયરસને લઇ આવી હોય. તેમણે કહ્યું કે અમેરિકાએ અમને સ્પષ્ટીકરણ આપવું પડશે.
કોરોના વાયરસ અમેરિકન સેના વુહાન લાવી: ચીન