– મોંઘવારી,રોજગારી,વિદેશનીતિ,અર્થતંત્રમાં સરકાર નિષ્ફળ દેશની સ્થિતિ સારી જ છે,મનમોહનસિંહથી આવી ઝાટકણીની અપેક્ષા ન હતી : નાણામંત્રી નિર્મલા સીતારામનનો જવાબ
નવી દિલ્હી : પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે કેન્દ્ર સરકાર ઉપર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે ચીન સરહદે ઘૂસીને બેઠું છે અને સરકાર નેહરૂ પર અટકી ગઈ છે.ભૂલોમાંથી બોધપાઠ લેવાને બદલે સરકાર બધા જ દોષનો ટોપલો પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂ ઉપર ઢોળી દે છે.વર્તમાન સરકાર તમામ મોરચે નિષ્ફળ નીવડી હોવાનું પૂર્વ વડાપ્રધાને કહ્યું હતું.
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે કહ્યું હતું કે મોદી સરકારની તમામ નીતિઓ ભૂલભરેલી સાબિત થઈ છે.મોંઘવારી,બેરોજગારી,આૃર્થતંત્ર,ખેડૂતો સહિતના તમામ સળગતા મુદ્દા ઉપર સરકારની નીતિ સરિયામ નિષ્ફળ ગઈ છે.ભૂલો સુધારવાને બદલે સરકાર માત્ર દોષારોપણ કરે છે.છેલ્લા સાત વર્ષથી મોદી સત્તામાં છે,
તેમણે એનું સરવૈયુ કાઢવાને બદલે અને એમાંથી થયેલી ભૂલો સુધારવાને બદલે આજેય થતી તમામ સમસ્યાઓ નેહરૂ જવાબદાર હોય એમ દર્શાવે છે.તેમણે ચીન અંગેની વિદેશ નીતિ બાબતે પણ સરકાર ઉપર નિશાન સાધ્યું હતું.તેમણે ઉમેર્યું હતું કે ચીન સરહદે બેસી ગયું છે જ્યારે સરકાર સત્ય છૂપાવવાની મથામણમાં પડી છે.
પંજાબની ચૂંટણી પહેલાં મનમોહન સિંહે આ નિવેદન આપ્યું હતું.પૂર્વ વડાપ્રધાને કેન્દ્ર સરકારની ખેડૂતો અંગેની પોલિસીની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે ખેડૂતોએ મહિનાઓ સુધી પરેશાની વેઠી છતાં સરકારે તેમની વાત ન સાંભળી.કોંગ્રેસે ક્યારેય રાજકીય લાભ લેવા ભાગલાવાદી નીતિ નથી અપનાવી,પરંતુ ભાજપે દેશમાં ભાગલાવાદી નીતિ અપનાવી છે.
ભાજપ જૂઠાણા અને ભાગલાવાદી માનસિકતા પર ચાલતી પાર્ટી છે.પંજાબમાં મોદીની સુરક્ષામાં ગરબડ થઈ તેનો ઉલ્લેખ પણ પૂર્વ વડાપ્રધાને કર્યો હતો.તેમણે કહ્યું કે પીએમની સુરક્ષાના મુદ્દે બધો જ દોષનો ટોપલો મુખ્યમંત્રી ઉપર ઢોળીને સરકારે એક મુખ્યમંત્રીનું અપમાન કર્યું છે.સરકારનો રાષ્ટ્રવાદ અંગ્રેજોની માનસિકતા ઉપર આધારિત છે.
નાણામંત્રી નિર્મલા સીતારામને મનમોહન સિંહને જવાબ આપ્યો હતો.નિર્મલા સીતારામને કહ્યું હતું કે દેશ ખૂબ જ સારી સિૃથતિમાં છે.પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ જેવા વિદ્યાન માણસ પાસેથી આવી અપેક્ષા ન હતી.મનમોહન સિંહ પંજાબની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ નિવેદનો આપતા હોય એમ લાગે છે.મહામારી છતાં દેશ ગત વર્ષોની તુલનાએ ઝડપભેર આિર્થક પ્રગતિ કરી રહ્યો છે.