વિધાનસભા ચૂંટણીના પ્રચારના ધમધમાટ વચ્ચે હળવદ તાલુકાના રણમલપુર ગામે ભાજપનું બુલડોઝર ફરી વલ્યુ છે.અને સમગ્ર ગામ કેસરિયા રંગે રંગાયુ છે.ગામના સરપંચ,ગ્રામ પંચાયતના સભ્યો,પટેલ સમાજના આગેવાનો સહિત 300 લોકો ભાજપમાં જોડાયા છે.આ કાર્યકરોએ કોંગ્રેસો ખેસ છોડી ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો છે.તેમજ ભાજપ ઉમેદવારનું સ્વાગત કર્યુ હતુ.
– “લોકોનું હિત એ જ પ્રકાશભાઈ ની જીત” ના સૂત્રને જ્યારે પ્રકાશભાઈ વરમોરા સાર્થક કરવાના છે ત્યારે રણમલપુર આખું ગામ કેસરીયા રંગે રંગાયુ.
– ડીજે ના તાલે વાજતે ગાજતે ગામના લોકો દ્વારા પ્રકાશભાઈ વરમોરાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું
ગામના વિકાસ માટે એક અનોખું ઉદાહરણ પૂરું પાડવા કોંગ્રેસના રણમલપુર ગામના આગેવાનો સહિતના 300 થી વધુ લોકોએ કોંગ્રેસનો હાથ છોડીને કેસરિયા કર્યા રણમલપુર આખું ગામ કેસરિયા રંગે રંગાયું.રણમલપુર વર્ષોથી કોંગ્રેસની સાથે જોડાયેલા અનેક આગેવાનોએ કોંગ્રેસનો હાથ છોડીને ભાજપમાં કેસરિયો કર્યો છે.આ જોડાણ અંગે ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરા,ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયા,સિરામિક ઉધોગપતિ ગોવિંદભાઈ વરમોરા.પાટીદાર સમાજના પ્રમુખ જશુભાઈ પટેલ,માર્કેટિંગ યાર્ડના ચેરમેન રણછોડભાઈ પટેલ સહિતના આગેવાનોના હસ્તે કેસરિયા ખેસ ધારણ કરાવ્યા હતા.


