હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે.દરેક પાર્ટી ચૂંટણીના પ્રચારમાં એડીચોટીનું જોર લગાવી રહી છે.ઠેરઠેર નેતાઓ સભાઓ ગજવી રહ્યા છે.દરેક પાર્ટી પોતાના ઉમેદવારની જીતનો દાવો કરી રહી છે.ભાજપના દેવાભાઈ અને કોંગ્રેસના કનુભાઈ વચ્ચે ઘડબડાટી બોલી ગઈ હતી.
નગરપાલિકા વોર્ડ નંબર એકના ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે સેવા સદન બહાર જ છુટાહાથની મારામારી થઈ ગઈ હતી.પોલીસની હાજરીમાં જ બંને ઉમેદવારો લડી પડ્યા હતા.ભાજપના દેવાભાઈ અવાડિયા અને કોંગ્રેસના કનુભાઈ લાડવા વચ્ચે મારામારી થઈ હતી.મોરબી તાલુકા સેવા સનદ ખાતે બંને વચ્ચે મારામારી થઈ હતી.આ સમયે બંનેના સમર્થકો પણ હાજર હતા. પોલીસે વચ્ચે પડી બંનેને છોડાવ્યા હતા.આ ઘટનાના લાઇવ દ્રશ્યો સામે આવ્યા છે.ત્યાં હાજર કાર્યકર્તાઓમાં પણ અફરા તફરીનો માહોલ સર્જાયો હતો અને આ બબાબ વચ્ચે પોલીસે આવીને બધાને છુટા પાડ્યા હતા.એવામાં મોરબીના તાલુકા સેવા સદન ખાતે ભાજપઅને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે છૂટ્ટાહાથની મારા મારી થઈ છે. વાતવરણ વધુ ઉગ્ર બનતા પોલીસે દરમિયાનગીરી કરવાની ફરજ પડી હતી.


