હિમાચલ પ્રદેશમાં 12 નવેમ્બરના રોજ ચૂંટણી યોજાવા જઈ રહી છે.ત્યારે આ ચૂંટણી આ વધારે રસપ્રદ બનશે કારણે ઘણી જગ્યાએ ચૂંટણી જંગ પરિવાર સાથે ખેલાય રહ્યો છે ત્યારે અનેક દાવેદારો પોતાના જ ઘરના લોકોની વિરુદ્ધમાં મોરચો ખોલી બેઠા છે.મળતી માહિતી મુજબ આ ચૂંટણીમાં ટીકીટ ન મળવાને કારણે પિતા- પુત્રી અને સસરા- જમાઈ આમને સામને મેદાને ઉતરી જંગ લડવા જઈ રહ્યા છે.ત્યારે આ ચૂંટણીમાં ઘણા નેતાઓએ પિતા સામે પણ મોરચો ખોલી બેઠા છે.જોકે, આ વાર્તા કોઈ એક પક્ષ કે કોઈ એક સીટની નથી.ભારતીય જનતા પાર્ટીથી લઈને કોંગ્રેસ સુધી આવા અનેક ઉદાહરણો જોવા મળી રહ્યા છે.
પિતા- પુત્રી વચ્ચે જંગ
તમને જણાવી દઈએ તો હિમાચલની ચૂંટણીમાં જિલ્લા પરિષદ સભ્ય પુત્રી વંદના ગુલેરિયાએ તેના જ પિતા અને ભાઈ વિરુદ્ધ સોશિયલ મીડિયા વોર ચલાવી છે.વંદના ગુલેરિયાને રાજકીય વારસો તેમના ભાઈ રજત ઠાકુરને સોંપવાના નિર્ણયથી તેમને સમસ્યા છે.તેમણે લખ્યું, ‘દિલ્હીથી ટિકિટ મળી શકે, વોટ નહીં.’
તેમણે એ હકીકત પર પણ સવાલો ઉઠાવ્યા કે દીકરીઓ પાસેથી હંમેશા ‘બલિદાન’ની અપેક્ષા રાખવામાં આવે છે.હાલમાં સિંહ પુત્રીને શાંત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે,પરંતુ એવી શક્યતાઓ છે કે તે પણ તેના ભાઈ સામે મેદાનમાં ઉતરશે.
એક ઘરના બે ઉમેદવાર
આવો જ એક બિજો કિસ્સો ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ મહેશ્વર સિંહના ઘરે જોવા મળી રહ્યો છે.અહીં ભાજપની ‘એક પરિવાર, એક ટિકિટ’ની સ્થિતિને કારણે પુત્ર હિતેશ્વર સિંહને ટિકિટ કાપવામાં આવી હતી.જ્યારે મહેશ્વર સિંહ કુલ્લુ (સદર)થી ચૂંટણીના મેદાનમાં છે.ત્યારે અગાઉ પિતાએ પુત્રને ટિકિટ માટે દાવો ન કરવા સમજાવ્યો હતો,પરંતુ હવે સમર્થકોના દબાણમાં હિતેશ્વર બંજાર બેઠક પરથી અપક્ષ તરીકે ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે.આ ક્ષણે આખો પરિવાર તેને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.પૂર્વ મંત્રી કરણ સિંહના પુત્ર આદિત્ય વિક્રમ સિંહે ટિકિટ ન મળતા કોંગ્રેસ છોડી દીધી છે.હવે જો તેનો પિતરાઈ ભાઈ હિતેશ્વર ભાજપમાં જોડાયા બાદ અપક્ષ તરીકે ચૂંટણી લડશે તો તે પોતાના જ ભાઈ સામે પ્રચાર કરતા જોવા મળશે.
સસરા- જમાઈ આમને સામને
સોલનમાં કોંગ્રેસની ટિકિટના કારણે સંબંધો દાવ પર લાગ્યા છે.ધારાસભ્ય ધનીરામ શાંડિલ્ય અને તેમના જમાઈ અને ભાજપના ઉમેદવાર ડૉ.રાજેશ કશ્યપ વચ્ચે મુકાબલો છે.જો કે આ પરિવાર વચ્ચે રાજકીય લડાઈ નવી નથી.બંને નેતાઓ 2017માં પણ એકબીજા સામે મેદાનમાં ઉતર્યા હતા.


