By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ચૂંટાયેલા પ્રતિનિધિ જો પાર્ટી છોડવા માગે તો પહેલાં ત્યાગપત્ર આપે પછી ચૂંટણી લડે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ચૂંટાયેલા પ્રતિનિધિ જો પાર્ટી છોડવા માગે તો પહેલાં ત્યાગપત્ર આપે પછી ચૂંટણી લડે
GeneralNational

ચૂંટાયેલા પ્રતિનિધિ જો પાર્ટી છોડવા માગે તો પહેલાં ત્યાગપત્ર આપે પછી ચૂંટણી લડે

HM News
Last updated: 26/04/2022 4:24 AM
HM News
3 years ago
Share
SHARE

નવી દિલ્હી : ઉપરાષ્ટ્રપતિ વૈંકૈય્યાહ નાયડુએ પક્ષાંતર વિરોધી કાનૂન અંગે ચિંતા દર્શાવી છે. તેઓએ કહ્યું કે તે કાનૂનને અસરકારક બનાવવા માટે તેમાં સંશોધન કરવું અત્યંત જરૂરી છે. રવિવારે અહીંની પ્રેસ કલબમાં નવા ભારતમાં મીડિયાની ભૂમિકા ઉપર પ્રવચન આપતાં તેમણે કહ્યું હતું કે, પક્ષાંતર વિરોધી કાનૂનમાં કેટલીક ક્ષતિઓ રહી ગઈ છે, તેમાં મોટી સંખ્યામાં પક્ષ પલટો કરવાની અનુમતિ અપાઇ છે.પરંતુ તદ્દન ઓછી સંખ્યામાં પક્ષાંતર કરવાની અનુમતિ અપાઇ નથી.તેથી લોકો મોટી સંખ્યા કરવાની દોડધામમાં લાગી જાય છે.આથી જ ચૂંટાયેલા પ્રતિનિધિ જો પાર્ટી છોડવા માંગે તો તેમણે એક પક્ષમાંથી બીજા પક્ષમાં જતાં પહેલા પોતાના પદ ઉપરથી ત્યાગપત્ર આપી દેવું જોઈએ પછી ચૂંટણી લડવી જોઈએ અને ચૂંટાઈ આવવું જોઈએ.આ સાથે નાયડુએ પક્ષાંતર સંબંધે અનેક મામલા સદનના અધ્યક્ષો, સભાપતિઓ અને અદાલતો દ્વારા વર્ષો સુધી વિલંબિત રાખવામાં આવે છે, તે પણ યોગ્ય નથી. તેમ કહેતાં જણાવ્યું હતું કે સ્થાનિક નિગમોને પણ મજબૂત કરવાની જરૂર છે.કારણ કે, તે સર્વે ભારતમાં ત્રિસ્તરીય લોકતંત્રના પાયાના ભાગરૂપે છેેે.તો ચાલો, આપણે સર્વે તે સંસ્થાઓને મજબૂત કરી તેનું સન્માન પણ કરીએ અને લોકતંત્રના તે સ્તંભો મજબૂત કરવા માટે આપણને પોતાને જ પ્રતિબદ્ધ કરીએ.આ મારી દેશની જનતાને અને વિભિન્ન સ્તરોના નેતાઓને અપીલ છે.તેમ પણ વૈંકૈય્યાહ નાયડુએ જણાવ્યું હતું.

કોરોનાથી મહિલાનુ મોત, અંતિમ સંસ્કાર થઈ ગયા બાદ જીવતી પહોંચી ઘરે
સરકાર કેળાનો ભાવ ચાંદી જેવો ગણે છે, રૂ.7500 કરોડના નુકસાન સામે 30 કરોડની સહાય
IPL 2022: ફરીથી એક નવા અવતારમાં નજર આવ્યા એમએસ ધોની
US સાથે શાંતિ કરાર કર્યા પછી તાલિબાનનો યૂ-ટર્ન, સેના વિરુદ્ધ ઓપરેશન ચાલુ રાખવાની ચેતવણી
ગુજરાત ફરી ભાજપના મજબૂત ગઢ તરીકે ઉભરી આવશે, વિજય વિકાસનો જ થશે : અમિતભાઈ શાહ
Share This Article
Facebook Email Print
Previous Article પ્રશાંત કિશોર અંગે કોંગ્રેસના જી-23 નેતાઓ ગુસ્સે થઇ ગયા છે
Next Article કલમ 370 હટાવવા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટ કરશે સુનાવણી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up