નવી દિલ્હી, તા.28 ફેબ્રુઆરી-2023, મંગળવાર : ઘણા લોકો આખા જીવનને મજાકમાં લેતા હોય છે.ત્યારે ચેક બાઉન્સને પણ મજાકમાં લેનારો એક વર્ગ છે.તો વળી ઘણા લોકો ચેક બાઉન્સ કોઈને હેરાન કરવા માટે પણ કરતાં હોય છે.એમાં પણ આજના સમયમાં બેંક ટ્રાન્ઝેક્શન ખૂબ જ સામાન્ય વાત થઈ ગઈ છે.મોટાભાગના લોકો પૈસાની ચુકવણી કરવા માટે ચેક બુકની મદદે કરે છે.તો સાથે સાથે ચેક બાઉન્સની ઘણી ઘટનાઓ પણ થાય છે.ત્યારે સરકાર હવે જલ્દી જ આવા કેસો ન બને તેના માટે નિયમ લાવવાનો વિચાર કરી રહી છે.
બીજા બેંક ખાતામાંથી પૈસા કાપી શકે
આ કામ માટે સરકારે સુપ્રીમ કોર્ટની એક એક્સપર્ટ કમીટી પણ બનાવી નાખી છે.તે ઉપરાંત નાણામંત્રીએ પણ અમુક સમય પહેલા હાઈ લેવલ મીટિંગ કરી હતી.જો ખાતાધારકના ખાતામાં પુરતા પૈસા નથી અને તેમન છતાં તે ચેક ઈશ્યુ કરે છે તો આવી સ્થિતિમાં ચેક બાઉસ થાય એ વાત સૌને ખબર જ છે.તેથી હવે જો કોઈ આવું કરશે તો નવા નિયમ લાગુ કરવામાં આવી શકે છે.જેના હેઠળ ખાતામાં પુરતુ બેલેન્સ ન હોવા પર નાણામંત્રાલય ખાતાધારકના બીજા બેંક ખાતામાંથી પૈસા કાપી શકે છે.
પૈસા કાપી નાખશે એ તો છે જ પણ સાથે સાથે કડક પગલા ભરીને કાયદાકીય કાર્યવાહીના રૂપમાં દંડ પણ ભરવો પડશે.ચેક બાઉન્સના નવા નિયમ લાગુ થયા બાદ જો કોઈ વ્યક્તિનો ચેક બાઉન્સ થઈ જાય છે તો તેના બાદ તે કોઈ અન્ય બેંક ખાતું ક્યારેય નહીં ખોલી શકે.જો તમારો ચેક બાઉન્સ થાય છે તો તમને લોન લેવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.માટે તમે ચેક ક્યારેય બાઉન્સ ન થવા દો,નહીંતર આજીવન તમારે આ બધી મુસીબતનો સામનો કરવો પડી શકે છે.