By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ચેન્નાઈમાં હેન્ડવોશ, મુંબઈમાં કોન્ડોમ, હૈદ્રાબાદમાં આઇપીલની ડિમાન્ડ!
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Entertainment > ચેન્નાઈમાં હેન્ડવોશ, મુંબઈમાં કોન્ડોમ, હૈદ્રાબાદમાં આઇપીલની ડિમાન્ડ!
EntertainmentGeneralNational

ચેન્નાઈમાં હેન્ડવોશ, મુંબઈમાં કોન્ડોમ, હૈદ્રાબાદમાં આઇપીલની ડિમાન્ડ!

HM News
Last updated: 16/04/2020 12:08 PM
HM News
5 years ago
Share
SHARE

સુખપરાયણ : લોકડાઉનમાં યુગલો વચ્ચે ઘનિષ્ઠતા વધી, મુંબઈના લોકો સંભોગસુખના માર્ગેઃ દેશના મોટાભાગના શહેરોમાં ઘર પર ડિલીવરીઓ

દિલ્હી,

દુનિયાભરના અનેક દેશોમાં કોરોના વાયરસના કારણે લોકડાઉન અમલી છે.આ દરમિયાન લોકો પોતાના ઘરમાં બંધ થઈ ગયા છે.મુંબઈના લોકો ઘરમાં બંધ થઈને સામાજિક અંતર અને સેલ્ફ-આઈસોલેશનના નિયમનું ચુસ્ત પાલન કરી રહ્યા છે,પરંતુ ઘરમાં કંટાળોનો એક ઉપાય શોધી કાઢ્યો છે. ઘરની અંદર રહેવું અને સુરક્ષિત સેક્સ કરવું.ભારતમાં પ્રથમ 21 દિવસ બાદ ફરી લોકડાઉન ત્રીજી મે સુધી લંબાવી દીધું છે.દેશભરના નાગરિકો ઘરની અંદર રહીને સામાજિક અંતર બનાવી રાખવાની કોશિશ કરી રહ્યા છે,અને તેઓ હોમ ડિલિવરી એપ્સની મદદ લઈ રહ્યા છે,જે લોકો દરવાજા સુધી સામાન અને સેવાઓ પહોંચાડવા મદદ કરી રહ્યા છે.

લોકડાઉન દરમિયાન સક્રિય રહેનાર કેટલાક ડોરસ્ટેપ ડિલીવરી એપ પૈકી એક ડન્ઝો છે,જે દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, બેંગલોર, હૈદરાબાદ, ગુડગાંવ અને પૂણે સહિતના કેટલાક ભારતીય શહેરોમાં સેવા આપવાની કામગીરી કરે છે.મંગળવારના રોજ,જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકડાઉન લંબાવવાની જાહેરાત કરી તો ડન્ઝોએ પોતાના ટ્વીટર હેન્ડલથી જાણકારી એકત્ર કરી કે મોટાભાગના ભારતીય શહેરોના લોકો મોટાભાગના પ્લેટફોર્મથી કઈ ચીજનો ઓર્ડર આપે છે.

આ માહિતી અનુસાર જયપુર અને ચેન્નાઈમાં લોકોએ હાથ ધોવાની બાબતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી હતી.પરંતુ મુંબઈમાં સૌથી વધુ ઓર્ડર કઈ વસ્તુના અપાયા હશે ? વિચારીને આશ્ચર્ય થશે,એ વસ્તુ છે કોન્ડોમ.એવું લાગે છે કે જયપુર અને ચેન્નાઈના લોકો વાયરસ અંગેની ચિંતા કરવામાં વ્યસ્ત હતા, પરંતુ મુંબઈના લોકો લોકડાઉનના દિવસોમાં સંભોગ સુખ મેળવવામાં મશગૂલ હતા.કોરોના વાયરસની મહામારીએ મોટા પ્રમાણમાં ચિંતાને જન્મ આપ્યો છે. પરંતુ તાજેતરના દિવસોમાં કેટલાક યુગલો વચ્ચે પણ ઘનિષ્ઠતા વધારી છે,જે પોતાના વ્યસ્ત જીવનમાં,એકબીજા સાથે ખૂબ ઓછો સમય રહેતા હતા અથવા એકબીજા માટે સમય ફાળવી શકતા ન હતાં.

લોકડાઉન દરમિયાન ફક્ત મુંબઈ જ નહીં,બેંગલોર, પૂણે અને હૈદ્રાબાદ જેવા અન્ય શહેરોમાં પણ સેક્સનું ખૂબ પ્રચલન છે.બેંગલોર અને પૂણે બંને શહેરોમાં સૌથી વધુ હોમ પ્રેગનેન્સી ટેસ્ટ કિટનો ઓર્ડર આપ્યો હતો,જ્યારે હેદ્રાબાદના લોકોએ ગર્ભનિરોધક ટેબલેટ આઈપીલનો સૌથી વધુ ઓર્ડર આપ્યો હતો.આ ફક્ત ડન્ઝોની માહિતી નથી.દેશભરના ફાર્માસિસ્ટોએ કોન્ડોમ અને ગર્ભનિરોધક ગોળીઓના વેચાણમાં ઉછાળો આવ્યાની માહિતી આપી છે.અત્રે ઉલ્લેખનીય છે કે,તાજેતરના રિપોર્ટ અનુસાર લોકડાઉન દરમિયાન દુનિયાભરના દેશોમાં કોન્ડોમની માંગ ખૂબ વધી છે,બીજી તરફ કોન્ડોમ આવશ્યક જરુરી સેવામાં આવતી પ્રોડક્ટ નથી,તેના કારણે કોન્ડોમ ઉત્પાદન કરતી કંપની બંધ છે,જેના કારણે કોન્ડોમની અછત સર્જાઈ રહી છે.

વિશ્વનાં 53 કરોડ ફેસબૂક યુઝર્સનો ડેટા ટેલિગ્રામ પર વેચવામાં આવતો હોવાનો ઘટસ્ફોટ
કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહણે અધિકારીઓ-જિલ્લા કલેક્ટરનો મંચ પરથી જ ઉઘડો લીધો
આજે કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહનો જન્મદિવસ : જાણો તેમનાં વિશેની અમુક રસપ્રદ વાતો
કનિકા કપૂરના જુઠ્ઠાણાની પોલંપોલ આવી સામે, FIRમાં થયો ધડાકો, આ દિગ્ગજ નેતાઓમાં કોરોનાને લઇ ફફડાટ
બિહારની જ્યોતિ સબ ઈન્સ્પેક્ટર બનતા જ પતિને ભૂલી ગઈ, ખેતર વેચીને અભ્યાસ પૂરો કરાવ્યો!
Share This Article
Facebook Email Print
Previous Article ચામાચીડિયા અને કોરોના વાયરસ વચ્ચે કનેક્શન : ICMRનો રિપોર્ટ
Next Article આઇપીએલ 2020 ટુર્નામેન્ટ અનિશ્ચિત મુદત માટે પડતી મુકાઈ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up