ચેન્નાઈ, તા.૨ : ભારતે ઘરઆંગણે યોજાનારા ચેસ ઓલિમ્પિયાડમાં કુલ મળીને ૨૦ ખેલાડીઓને સ્પર્ધામાં ઉતારવાનો નિર્ણય લીધો છે.ભારતે ઓપન વિભાગ અને મહિલા વિભાગની સ્પર્ધા માટે બે-બે ટીમોની જાહેરાત કરી છે.જ્યારે પાંચ વખત વર્લ્ડ ચેમ્પિયન રહી ચૂકેલા વિશ્વનાથન આનંદને ભારતીય ટીમના મેન્ટર તરીકેની જવાબદારી સોંપી છે.ચેન્નાઈમાં તારીખ ૨૮મી જુલાઈથી ચેસ ઓલિમ્પિયાડનો પ્રારંભ થશે.અગાઉ આ ઓલિમ્પિયાડ રશિયામાં યોજાવાનો હતો.જોકે યુક્રેન પર રશિયાએ કરેલા હૂમલાને પગલે તેની પાસેથી ચેસ ઓલિમ્પિયાડની યજમાની આંચકી લેવામાં આવી હતી.૧૪ દિવસ ચાલનારા ચેસ ઓલિમ્પિયાડમાં વિશ્વના ૧૫૦ થી વધુ દેશો ભાગ લેશે.
વર્ષ ૨૦૨૦માં ઓનલાઈન યોજાયેલા ચેસ ઓલિમ્પિયાડમાં ભારત અને રશિયાએ સંયુક્તપણે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતીય ટીમના કેપ્ટન તરીકે વિદિત ગુજરાતી છે. તેની સાથે પી.હરિકૃષ્ણા અને ચેન્નાઈ સ્થિત શશિકિરણને પણ ટીમમાં તક મળી છે.૧૯ વર્ષના અર્જુન ઇરીગાસી અને એસ.એલ. નારાયણને પણ ફર્સ્ટ ટીમમાં તક મળી છે.જ્યારે ભારતની સેકન્ડ ટીમમાં પ્રજ્ઞાાનંધા, નિહાર સરિન, ગુકેશ ડી અને રૌનક સધવાણીને તક આપી છે.ભારતની મહિલા ટીમમાં કોનેરૃ હમ્પી, હરિકા દ્રોણાવલીની સાથે તાનિયા સચદેવ, આર. વૈશાલી અને ભક્તિ કુલકર્ણીનો સમાવેશ થાય છે.ઓપન કેટેગરી : ભારતની એ ટીમમાં વિદિતી ગુજરાતી, હી.હરિકૃષ્ણા, અર્જુન ઇરિગાસી, નારાયણન અને કે. શશિકિરણ. ભારતની બી ટીમમાં નિહાલ સરિન, ડી.ગુકેશ, બી. અધિબાન, પ્રજ્ઞાાનંધા, રોનક સધવાણી.મહિલા કેટેગરી : ભારતની એ ટીમમાં કોનેરુ હમ્પી, ડી.હરિકા, આર.વૈશાલી, તાનિયા સચદેવ અને ભક્તિ કુલકર્ણી. ભારતની બી ટીમમાં વાન્તિકા અગ્રવાલ, સૌમ્યા સ્વામિનાથન, મેરી એન ગોમ્સ, પદ્મિની રાઉત, દિવ્ય દેશમુખ.