By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ચૈત્રી નવરાત્રી પહેલો દિવસ : આજે માંની શૈલપુત્રી સ્વરૂપે પુજા, જાણો પુજનવિધિ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ચૈત્રી નવરાત્રી પહેલો દિવસ : આજે માંની શૈલપુત્રી સ્વરૂપે પુજા, જાણો પુજનવિધિ
GeneralReligious

ચૈત્રી નવરાત્રી પહેલો દિવસ : આજે માંની શૈલપુત્રી સ્વરૂપે પુજા, જાણો પુજનવિધિ

HM News
Last updated: 22/03/2023 9:48 AM
HM News
2 years ago
Share
SHARE

ચૈત્ર નવરાત્રિનું પાવન પર્વ 2023, આજથી શરૂ થઇ રહ્યુ છે.નવરાત્રિના પહેલા દિવસે માં શૈલપુત્રીની પુજા કરવામાં આવે છે.નવરાત્રિના પહેલા દિવસે એટલે કે એકમના રોજ કળશ સ્થાપના કે ઘટસ્થાપના કરવામાં આવે છે.એવી માન્યતા છે કે નવરાત્રિના પહેલા દિવસે માતા શૈલપુત્રીની પુજા કરવાથી ભક્તોની મનોકામના પુર્ણ થાય છે.નવરાત્રીના નવ દિવસ માતા દુર્ગાના અલગ અલગ સ્વરૂપોની પુજા અર્ચના થાય છે.જાણો માતા શૈલપુત્રીની પુજાનું શું છે મહત્ત્વ.

નવરાત્રીના પહેલા દિવસે માતા દુર્ગાના પ્રથમ સ્વરુપ માતા શૈલપુત્રીની પુજા કરવામાં આવે છે.માતા શૈલપુત્રી હિમાલયની પુત્રી હોવાના કારણે તેમને આ નામથી બોલાવવામાં આવે છે.શાસ્ત્રો અનુસાર નવરાત્રિના પહેલા દિવસે માતા શૈલપુત્રીની વિધિ વિધાન પુર્વક પુજા અને ઉપાસના કરવાથી માન-સન્માનમાં વૃદ્ધિ થાય છે અને સારુ આરોગ્ય પ્રાપ્ત થાય છે.માતા શૈલપુત્રીને સફેદ વસ્ત્રો અતિશય પ્રિય હોય છે. તેથી આજ રોજ સફેદ રંગના વસ્ત્રો કે સફેદ ફુલો અર્પિત કરવાનું શુભ માનવામાં આવે છે. આ સાથે સફેદ બરફી કે મીઠાઇનો ભોગ લગાવવાનું પણ શુભ માનવામાં આવે છે.

ચૈત્ર નવરાત્રિ ઘટસ્થાપનના મુહૂર્ત

હિંદુ પંચાંગ અનુસાર ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ 22 માર્ચ, 2023ના રોજ થશે.આ દિવસે ઘટસ્થાપનાનું શુભ મુહુર્ત સવારે 6.23થી શરૂ થઇને સવારે 7.32 સુધી રહેશે.આ એક કલાકના સમયગાળામાં કળશની સ્થાપના કરવાની રહેશે.

રિયલ્ટી કિંગ હિરાનંદાની ગ્રુપ પર આવકવેરા વિભાગના દરોડા
‘RRR’, ‘KGF 2’ બોક્સ ઓફિસ પર હિટ પણ ઓડિયન્સની પસંદ બની ‘વિક્રમ’
પુત્ર કાર્તિ સાથે જોડાયેલા કેસમાં CBIના પૂર્વ નાણામંત્રી ચિદમ્બરમના રહેઠાણ પર દરોડા
મહારાષ્ટ્રમાં ફરી થશે રાજકીય ઉથલપાથલ, પડી જશે સરકાર : અંબાદાસ દાનવે
ભારતીય કંપનીઓનો ક્રેડિટ રેશિયો 3 વર્ષના તળિયે સરક્યો
Share This Article
Facebook Email Print
Previous Article રમઝાનનો પ્રારંભ : ભારતમાં ક્યારથી થશે રોજાની શરૂઆત, જાણો ઇફ્તારીનું કેલેન્ડર
Next Article હિન્દુઓનું નવુ વર્ષ વિક્રમ સંવત તરીકે કેમ ઓળખાય છે, કયા શાસકના શાસનમાં કરાઈ શરુઆત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up