આ વાત છે 18 સપ્ટેમ્બર 2019ની છે.બપોરે વુહાનના તિઆન્હે એરપોર્ટની કસ્ટમ ઓફિસમાં એક ઇમરજન્સી મેસેજ આવ્યો.મેસેજમાં કહેવામાં આવ્યું કે એક પેસેન્જર બીમાર છે અને તેને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે.ત્યારબાદ એરપોર્ટનો સ્ટાફ ઇમરજન્સીની સ્થિતિમાં આવી ગયો.
ડેઇલી મેલના અહેવાલ મુજબ 18મી સપ્ટેમ્બરના રોજ ઇમરજન્સી મેસેજ મળ્યા બાદ વુહાનના એરપોર્ટ પર હાજર મેનેજરે પોતાના સ્ટાફને ઇમરજન્સી ડીલની આખી પ્રક્રિયા સમજાવી.સ્ટાફે પ્રોટેક્ટિવ માસ્ક લગાવીને જરૂરી કાર્યવાહી કરવા લાગ્યા.
ચીનના સ્ટેટ મીડિયાના એક પત્રકારના જણાવ્યા અનુસાર ત્યારબાદ થોડાંક સમયમાં વુહાનના પ્રાથમિક સારવાર કેન્દ્ર દ્વારા સંબંધિત માહિતી આપવામાં આવી કે તપાસ દરમ્યાન સંબંધિત દર્દીને નોવેલ કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે.ચીની મીડિયાએ આખી ઘટનાને એક ડ્રિલ (અભ્યાસ) ગણાવ્યો.ત્યારે ચાઇનીઝ મીડિયાએ કહ્યું હતું કે વર્લ્ડ મિલિટ્રી ગેમ્સના આયોજનને લઇ ઇમરજન્સી રિસપોન્સની તપાસ કરવા માટે કોરોના વાયરસ ડ્રિલ કરવામાં આવ્યો હતો.આવતા મહિને ચીનમાં યોજાનાર વિશ્વ મિલિટ્રી ગેમ્સમાં 10,000 પ્રતિસ્પર્ધી ભાગ લેવાના હતા. અધિકારીઓએ આ ડ્રિલને સફળ ગણાવી હતી.પરંતુ હવે આંતરરાષ્ટ્રીય મીડિયામાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે ચીને આ અભ્યાસ કેમ પસંદ કર્યો? લોકોએ સોશિયલ મીડિયા પર પ્રશ્નો ઉઠાવ્યા છે કે તેમને નવા કોરોના વાયરસને લઇને જ ડ્રિલ કેમ કરી?
તદઉપરાંત ગયા સપ્તાહે એક ફ્રેન્ચ એથ્લેટે કહ્યું હતું કે તેઓને લાગે છે કે વર્લ્ડ મિલિટ્રી ગેમ્સમાં ભાગ લેવા દરમ્યાન કેટલાંય લોકો કોવિડ-1 થી સંક્રમિત થયાહતાં.વર્લ્ડ ચેમ્પિયન પેન્ટાથલીટ ઇલોડી ક્લાઉવેલે કહ્યું – મિલિટ્રી ગેમ્સ દરમ્યાન કેટલાંય એથલીટ ખૂબ જ ગંભીર રીતે બીમાર થયા હતા.18 મી ઓક્ટોબર 2019થી શરૂ થયેલી વર્લ્ડ મિલિટ્રી ગેમ્સ 9 દિવસ સુધી ચાલી હતી.આપને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા એ માહિતી સામે આવી હતી કે 27 ડિસેમ્બરના રોજ પેરિસની એક હોસ્પિટલમાં એક વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ ચૂકયો હતો.ત્યારે માછલી વેચનાર શખ્સને ન્યુમોનિયાથી શંકાસ્પદ સમજ્યા હતા.હોસ્પિટલમાં હાજર તેમના સેમ્પલની ડૉકટર્સે જ્યારે કોરોના માટે તપાસ કરાવી તો વાયરસની પુષ્ટિ થઇ.આ શખ્સ વિદેશ પણ ગયો નહોતો.