સુરત : સુરતમાં ભાજપે ચોર્યાસી વિધાનસભા પર ઝંખનાબેનની ટિકિટ કાપી સંદીપ દેસાઈને ટિકિટ આપી છે.જેને લઈને વિરોધ પણ સામે આવી રહ્યો છે.ત્યારે આ મામલે સંદીપ દેસાઈની પ્રતિક્રિયા સામે આવી હતી.તેઓએ જણાવ્યું હતું કે, ઝંખનાબેન અમારા માનનીય નેતા છે અને હું તેમને મળવાનો પણ છું, અમે સાથે મળીને કામ કરવાના છીએ.
ગુજરાત વિધાનસભાની ચુંટણીનો ધમધમાટ શરૂ થઇ ગયો છે.ત્યારે ભાજપે જાહેર કરેલી બીજી ઉમેદવારોની યાદીમાં ચોર્યાસી બેઠક પરથી સંદીપ દેસાઈનું નામ જાહેર કર્યું હતું.ભાજપે બે બેઠક છોડી તમામ બેઠક પર રીપીટ ફોર્મ્યુલા અપનાવી હતી.પરંતુ ચોર્યાસી બેઠક પર વર્તમાન ધારાસભ્ય ઝંખના પટેલની ટિકિટ કાપી સંદીપ દેસાઈને ટિકિટ આપવામાં આવી હતી.
સંદીપ દેસાઈને ટિકિટ અપાતા આ મામલે વિરોધ પણ સામે આવી રહ્યો છે.નારાજ કાર્યકરો આ મામલે વિરોધ નોંધાવી રહ્યા છે.ત્યારે આ મામલે ચોર્યાસી બેઠકના ઉમેદવાર સંદીપ દેસાઈની પ્રતિક્રિયા સામે આવી હતી અને તેઓએ વધુ કઈ કહેવાનું ટાળ્યું હતું.તેઓએ કહ્યું હતું કે, ઝંખનાબેન અમારા માનનીય નેતા છે અને હું તેમને મળવાનો પણ છું, અમે સાથે મળીને કામ કરવાના છીએ.
સંદીપ દેસાઈએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ઝંખનાબેન અમારા માનનીય નેતા અને આગેવાન છે.એટલે બીજો કોઈ પ્રશ્ન રહેતો નથી.હું આજે તેઓને મળવાનો પણ છું.તેમજ કોળી સમાજના આગેવાનોને મળીને બધા ભેગા મળીને ચુંટણીના કામે લાગવાના છીએ.જો કે આ મામલે તેઓએ બીજું કઈ કહેવાનો ઇનકાર કરી દીધો હતો.