અમદાવાદ : અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સના તેલંગાણા અને આંધ્રપ્રદેશની શાખા દ્વારા આયોજિત એક આભાસી બેઠકને સંબોધન કરતાં સ્વામીએ કહ્યું કે,છેલ્લા 4-5 વર્ષમાં અર્થવ્યવસ્થા પડી ભાંગી છે.કોરોનાના કારણે તેનો ઘટાડાનો દર વધ્યો છે.
ચાલુ નાણાંકીય વર્ષના અંત સુધી વૃદ્ધિદર ઘટીને શૂન્યથી 6થી 9 ટકા સુધી નીચો જશે. સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે આ બદલાવ કેવી રીતે આવશે.ઉત્પાદન માટે ક્ષમતા છે.પ્રશ્ન એ છે કે તમારે ઉત્પાદનને લાભદાયી બનાવવા સક્ષમ થવું જોઈએ અને સાથે નક્કી કરવું કે શ્રમિકોની કારખાનામાં, ખેતરોમાં જરૂર છે.તેઓ પોતાના કામ પર પાછા આવવા સક્ષમ છે. જો એક વાર યોગ્ય રીતે નીતિ નિયમનું પાલન કરાશે તો 2021-22માં એટલે કે આવનારા નાણાંકીય વર્ષમાં 7 ટકાનો વધારો મેળવી શકાશે. પણ નીતિઓ છેલ્લા 5 વર્ષ જેવી ન હોય તો જ આ શક્ય છે.
સ્વામીએ કહ્યું કે તેઓએ પહેલાં પણ અનેક વાર પીએમ મોદીને પત્ર લખીને આર્થિક મંદી તરફ ઈશારો કર્યો છે.તેઓએ 4 વર્ષ પહેલાં પણ પીએમને પત્ર લખ્યો હતો.અને તેમાં કહ્યું હતું કે આ વર્ષના અંત સુધી સ્થિતિ શું રહેશે.અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સના તેલંગાણા અને આંધ્રપ્રદેશની શાખા દ્વારા આયોજિત એક આભાસી બેઠકને સંબોધન કરતાં સ્વામીએ કહ્યું કે,છેલ્લા 4-5 વર્ષમાં અર્થવ્યવસ્થા પડી ભાંગી છે.કોરોનાના કારણે તેનો ઘટાડાનો દર વધ્યો છે.
દેશની અર્થવ્યવસ્થાના મુદ્દે મોદી સરકારને પોતાના જ બીજેપી નેતાએ ઝાટકી છે.ભારતીય જનતા પાર્ટીના નેતા અને રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ગુરુવારે કહ્યું કે,કોરોના વાયરસ મહામારીના કારણે ચાલુ નાણાંકીય વર્ષમાં ભારતની આર્થિક વૃદ્ધિ દર નીચે પડ્યો છે,અને શૂન્યથી છ કે નવ ટકા સુધી નીચે આવી શકે છે. જોકે,તેમને કહ્યુ કે જો નીતિઓનો અમલ કરવામાં આવે તો આર્થિક વૃદ્ધિ દર આગામી નાણાંકીય વર્ષમાં પાછો ઉપર આવી શકે છે.
સુબ્રમણ્યમ સ્વામી અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સની તેલંગાણા તથા આંધ્રપ્રદેશ શાખા દ્વારા આયોજિત એક આભાસી બેઠકને સંબોધિત કરી રહ્યાં હતા,આ દરમિયાન સ્વામીએ કહ્યું કે છેલ્લા ચારથી પાંચત વર્ષમાં અર્થવ્યવસ્થા ધરાશાયી થઇ ગઇ છે.સ્વામીએ કહ્યું કે,કૉવિડ-19થી બસ એટલુ જ થયુ છે કે ઘટાડાની સ્પીડ વધી છે. તમે જોશો તો આ વર્ષના અંત સુધી વૃદ્ધિ દર નીચે પડીને શૂન્યથી છ કે નવ ટકા સુધી નીચે આવી જશે.


