– ઇઝરાયલની નેસેટની 120માંથી બહુમતિ માટે 61 બેઠકો મેળવવી પડે છે.
– પીએમ નેતન્યાહુને બદલવા બેનેટ લેપિડ ગઢબંધનના પ્રયાસો તેજ
જેરુસલામ,4 મે,2021 : મધ્યપૂર્વના યહૂદી દેશ ઇઝરાયલમાં સત્તા પરીવર્તન થઇ રહયું છે.આક્રમકતા માટે જાણીતા વડાપ્રધાન નેતન્યાહુના સ્થાને બેનેટ લેપિડ ગઢબંધનની સરકાર બની કહી છે.લેપિડે ટ્વીટર પર લખ્યું છે કે જો અમારી સરકાર બનશે તો આ સરકાર જેમણે અમને વોટ આપ્યા છે અને નથી આપ્યા એવા ઇઝરાયલના તમામ લોકો માટે કામ કરશે.વિપક્ષોનો આદર કરશે અને ઇઝરાયલના તમામ રાજકિય પક્ષોને એક કરવાનો હંમેશા પ્રયત્ન કરશે.બેન્જામિન નેતન્યાહુ ઇઝરાયલના સંસ્થાપક ડેવિડ બેન ગૂરિઓન પછી બીજા ક્રમના સૌથી લાંબુ શાસન ભોગવનારા નેતા છે.ઇઝરાયેલમાં નેતન્યાહુની લિકુડ પાર્ટી જમણેરી વિચારધારા માટે જાણીતી છે.
નેતન્યાહુએ પોતાના શાસન રાષ્ટ્રવાદ,દક્ષિણપંથ અને પેલેસ્ટાઇન વિરોધ પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કર્યું હતું.નેતન્યાહુએ સત્તા પરથી ઉતરી જવું પડે તેવી સ્થિતિનું નિર્માણ ઘણા સમયથી થઇ રહ્યું હતું.પાતળી બહુમતિ ધરાવતું ગઢબંધન બે સપ્તાહમાં સરકાર બનાવશે તેવી શકયતા છે.જો કે રાજકિય નિરીક્ષકોનું માનવું છે કે નેતન્યાહુ હજુ પ્રયાસો છોડશે નહી.યામિના પાર્ટીના સાંસદો જે અરબ અ વામપંથીઓ સાથેની સમજૂતીથી ખૂશ જણાતા નથી.જયાં સુધી ગઢબંધન વિશ્વાસ મત ના મેળવી લે ત્યાં સુધી નેતન્યાહુ જ વડાપ્રધાન રહેશે.
71 વર્ષના નેતન્યાહુએ બેનેટ-લેપિડ ગઢબંધનને દેશની સુરક્ષા માટે ખતરો હોવાનું જણાવ્યું છે.ઇઝરાયલમાં પણ ભારતની જેમ લોકો દ્વારા ચુંટાયેલી લોકશાહી સરકારના શાસનની પ્રણાલી છે પરંતુ ભારત કરતા ઇઝરાયલની સિસ્ટમ જુદી છે.આપણે ત્યાં રાજકિય પક્ષોના પ્રતિનિધિઓ લોકો દ્વારા ચુંટાઇને લોકસભામાં પ્રતિનિધિત્વ કરે છે જયારે ઇઝરાયલમાં લોકો રાજકિય પક્ષને મત આપે છે અને મળેલા મતના આધારે રાજકિય પક્ષોને સંસદ (નેસેટ)માં પ્રતિનિધિત્વ મળે છે.ઉદાહરણ તરીકે જો કોઇ પાર્ટીને ૧૦ ટકા મત મળે તો ૧૨૦ બેઠકો ગણીએ તો ૧૦ ટકાના ધોરણે ૧૨ બેઠકો મળે છે.
કોઇ પણ પાર્ટીએ નેસેટમાં પહોંચવા માટે કુલ મતદાનના ૩.૨૫ ટકા મત મેળવવા જરુરી બને છે.ઇઝરાયલમાં દર ૪ વર્ષે ચુંટણી થાય છે પરંતુ સરકાર વિશ્વાસ મત ખોઇ બેસે કે નેસેટ ખુદ બહુમતીથી ભંગ થવાનો નિર્ણય લે તો ફરી ચુંટણી આવે છે. ઇઝરાયલની નેસેટમાં પણ કુલ ૧૨૦ બેઠકો છે જેમાંથી બહુમતીથી સરકાર રચવાનો જાદૂઇ આંક ૬૧ બેઠકોનો છે.સળંગ ચુંટણીઓ થઇ તેમ છતાં સરકાર બની ન હતી.ઇઝરાયલ વિશે એક જાણવા જેવી વાત એ છે છેલ્લા ૭૦ વર્ષમાં એક પણ રાજકિય પક્ષને એકલા હાથે ૬૧ બેઠકોની બહુમતી મળી નથી આથી હંમેશા ગઠબંધન કે ટેકા સરકારો જ રચાઇ છે.આ ટેકા સરકારો છતાં વિકાસ થઇ શકે છે તે ઇઝરાયલે સાબીત પણ કર્યુ છે.


