નવી દિલ્હી, તા. 15 : યુક્રેનના હુમલામાં કાળા સમુદ્રમાં રશિયાનું યુદ્ધ જહાજ મોસ્કવા ડૂબી ગયું.આ ઘટનાએ સમગ્ર વિશ્વમાં સૈન્ય ક્ષેત્રમાં ચકચાર જગાવી દીધી છે.દુનિયામાં છેલ્લે આર્જેન્ટિનાનું ક્રુઝર જનરલ બેલગ્રાનો ડૂબી ગયું હતું.ફાલ્કલેન્ડ ટાપુ યુદ્ધ દરમિયાન વર્ષ ૧૯૮૨ની બીજી મેના રોજ બ્રિટિશ પરમાણુ સબમરીન એચએમએસ કોન્કરના હુમલાને કારણે જનરલ બેલગ્રાનો તૂટી પડયું હતું.આ જહાજ પણ રશિયાના મોસ્કવાના જહાજ જેટલા કદનું હતું.તે ૬૦૦ ફૂટ લાંબું અને ૧૨,૦૦૦ ટન વજનનું હતું.જોકે,જનરલ બેલગ્રાનોમાં મોસ્કવા કરતાં બમણા ૧,૧૦૦ ક્રૂનો સમાવેશ થતો હતો.રશિયાના ગાઈડેડ મિસાઈલ ક્રુઝર મોસ્કવામાં ૫૦૦થી વધુ ક્રુ હતા.મોસ્કવા જહાજની સાથે કેટલા ક્રૂ ડૂબી ગયા તે રશિયાએ જાહેર કર્યું નથી.જોકે,જનરલ બેલક્રાનો ડૂબ્યું ત્યારે ૩૨૩ ક્રૂનાં મોત થયા હતા.


