છ યૂટયૂબ ચેનલ વિરૂદ્ધ કેન્દ્રની કડક કાર્યવાહી, ફેમસ એન્કરની તસવીર લગાડીને દેખાડી રહ્યાં હતા ફેક ન્યૂઝ

HM News
2 Min Read

નવી દિલ્હી, 13 જાન્યુઆરી 2023 શુક્રવાર : કેન્દ્ર સરકારે ફરી એકવખત ફેક ન્યૂઝ ફેલાવનાર અને ભ્રામક જાણકારી આપના યૂટ્યૂબ ચેનલ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરી છે.સરકારે આ મામલે ગુરુવારે છ યૂટ્યૂબ ચેનલ પર પ્રતિબંધ લગાવી દીધો છે.આ ચેનલ પર નકલી સમાચાર ચલાવવામાં આવી રહ્યાં રહ્યાં હતા.બ્લોક કરવામાં આવેલી તમામ ચેનલ ચૂંટણી,ભારતની સુપ્રીમ કોર્ટ અને ભારતની સંસદ કાર્યવાહી તેમજ ભારત સરકારના કામકાજને લઈને ખોટા સમાચાર તેમજ ભ્રામક જાણકારીઓ ફેલાવી રહ્યં હતા.સુચના અને પ્રસારણ મંત્રાલયે આ જાણકારી આપી છે.

મુખ્ય ટીવી ચેનલના એન્કરનો ફોટો લગાવી કરી રહ્યાં હતા પ્રયોગ

PIBના ફેક્ટ ચેક યુનિટે જણાવ્યું કે આ ચેનલે લોકોને વિશ્વાસ અપાવવા માટે અનેક પ્રમુખ ટીવી ચેનલના એન્કરની તસવીર ક્લિકબેટ અને સનસનીખેજ થંબનેલનો ઉપયોગ કરતા હતા. ચેનલે તેનો પ્રયોગ તેના દ્વારા નાખવામાં આવેલા વીડિયોને મોનેટાઇઝ કરવા અને ટ્રાફિક લાવવા માટે કરતા હતા.કેન્દ્રએ આવી કાર્યવાહી બીજી વખત કરી છે.આ પહેલાં સરકારે 20 ડિસેમ્બરે મોટી કાર્યવાહી કરી હતી,જેમાં નકલી સમાચાર ફેલાવનાર ત્રણ ચેનલ વિરૂદ્ધ કાર્યવાહી કરી હતી.

આ ચેનલ પર કાર્યવાહી કરવામાં આવી-

– Nation TV
– Samvaad TV
– Nation 24
– Swarnim Bharat
– Samvaad Samachar

પહેલાં પણ થઈ હતી આ પ્રકારની કાર્યવાહી

આ પહેલાં કેન્દ્રએ નકલી સમાચાર ફેલાવી રહેલા લાખો સબસ્ક્રાઈબર વાળી 3 યૂટ્યૂબ ચેનલ પર ગાળિયો કસ્યો હતો.સુચના અને પ્રસારણ મંત્રાલયના PIB વિભાગ તરફથી આપવામાં આવેલી જાણકારી મુજબ આ તમામ ચેનલ ફેક ન્યૂઝ ફેલાવી રહ્યાં હતા.આ ચેનલના લગભગ 33 લાખ સબસ્ક્રાઈબર હતા.જેના વીડિયોને 30 કરોડથી વધુ વખત જોવામાં આવ્યો હતો.આ યૂટ્યૂબ ચેનલના નામે ન્યૂઝ હેડલાઈન્સ,સરકારી અપડેટ અને આજતક લાઈવ સામેલ છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *