– આમ આદમી પાર્ટી ગુજરાતમાં ભાજપને જીતાડવા માટે આવી છે’: મધુ શ્રીવાસ્તવ
– અગાઉ ધારાસભ્યએ જણાવ્યું કે, ભાજપ મને જ ટિકિટ આપશે એ નક્કી જ છે અને બજરંગબલીના આશીર્વાદથી હું જ જીતીશ
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 નજીક આવી રહી છે. ફરી એકવાર ભાજપમાં ‘નો-રિપીટ ‘ થિયરીની વાતો વહેતી થઇ છે.આ કારણે ભાજપના લગભગ બધા વર્તમાન ધારાસભ્યો અને ટિકિટ વાંછુકો ચુપ છે.કારણ કે, કોને ટિકિટ મળશે અને કોની કપાશે તેની ચિંતા સૌને છે.પરંતુ પોતાના બિન્દાસ્ત અંદાજના કારણે જાણીતા વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ બધાથી અલગ છે.તેમણે કહ્યુ કે પાર્ટી મને જ ટિકીટ આપશે અને હુ જીતવાનો જ છુ એ નિશ્ચિત છે.
એક કાર્યક્રમમાં ઉપસ્થિતિ રહેલા વડોદરા વાઘોડિયાના ભાજપનાં ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે મિડીયા સાથે વાત કરતા જણાવ્યુ હતુ કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં ભાજપને જીતાડવા માટે આવી છે.આપથી ભાજપને નહીં કોંગ્રેસને નુકસાન થશે.આ સાથે વડોદરા ભાજપનાં ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ચૂંટણી લડવાનો દાવો કર્યો હતો અને કહ્યુ કે હું આ ચૂંટણી ભાજપમાંથી જ લડવાનો છુ.વધુમાં કહ્યુ કે હું એક વખત અપક્ષ તરીકે જીત્યા બાદ પાંચ વખત ભાજપનાં સિમ્બોલ પર જીત્યો છુ.આથી ભાજપ મને જ ટીકીટ આપશે.હું જીતીશ અને પાર્ટીના સંગઠન સાથે રહીને જ કામ કરીશ. પાંચ વખત ભાજપે મને ટિકીટ આપી છે.આમ છ વખત હુ જીત્યો છુ અને હવે સાતમી વખત પણ હું જીતવાનો જ છું એમાં કોઇ શંકાને સ્થાન નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલી વખત નથી કે જાહેર મંચ પરથી મધુ શ્રીવાસ્તવે જીતવાનો દાવો કર્યો હોય.આ પહેલા પણ તેમણે કહ્યુ હતુ કે ‘વાઘોડિયામાં મારાથી સક્ષમ બીજો ઉમેદવાર જ નથી’. ભાજપ મને જ ટિકિટ આપશે એ નક્કી જ છે અને બજરંગબલીના આશીર્વાદથી હું જ જીતીશ.