ભરૂચ : ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે જંબુસરમાંથી નશીલા પદાર્થની ફેક્ટરી ઝડપી પાડી ૪ લોકો સામે ગુનો દાખલ કર્યો છે.આ ટોળકી એક સ્થાનિક પોલ્ટ્રી ફાર્મના શેડમાં કેમિકલ મેન્યુફેક્ચરર યુનિટ ઉભું કરી એફેડ્રિન ડ્રગ્સનું ઉત્પાદન કરતી હતી જેમની પાસેથી 730 ગ્રામ એફેડ્રિન ઉપરાંત ડ્રગનું લીકવીડ રો મટીરીયલ પણ કબ્જે કર્યું છે.ભરૂચ સ્પેશીય ઓપરેશન ગ્રુપના સબ ઇન્સ્પેકટર નરેશ ટાપરીયા દ્વારા દાખલ કરાયેલી પોલીસ ફરિયાદ અનુસાર પોલીસને જંબુસર તાલુકાના સીગામ ગામમાં નશાના કારોબારની માહિતી મળી હતી.વોચ ગોઠવ્યા બાદ શંકસ્પ્દ ગતિવિધિઓ જણાતાં એક પોલ્ટ્રી ફાર્મમાં રેડ કરવામાં આવી હતી.પોલ્ટ્રી ફાર્મના મલિક ભવદીપસિંહ મુકેન્દ્રસિંહ યાદવના ફાર્મ ઉપર પોલીસ પહોંચી ત્યારે કેમિકલ પ્રોસેસની કોઈ પ્રક્રિયા ચાલી રહી હતી. ભવદીપસિંહ ઉપરાંત વેપલામાં ઓમપ્રકાશ સાકરીયા,અમનસિંગ નરેન્દ્રસિંગ અને નિતેષ પાંડે નામના શકશો નશાના કારોબારમાં સક્રિય હતા.


