કોરાના વાઇરસના પ્રકોપને પગલે આજે આખું વિશ્વ બહુ જ કપરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે.આ ખોફનાક રોગચાળા-મહામારીમાંથી બચવા ઉગરી જવા રાષ્ટ્રવ્યાપી 21 દિવસનું સંપૂર્ણ લોકડાઉન જાહેર થયું છે. વડાપ્રધાન કહ્યું છે એમ મહાભારતનું યુદ્ધ 18 દિવસનું હતું એમ આ મહામારી સમગ્ર માનવજાતના અસ્તિત્વને ભૂંસાતું ઉગારવા માટે આપણે બધાએ સાથે મળીને 21 દિવસના આ મહાસંગ્રામ સામે પુરી એકતા સાથે લડવાનો છે.
રાષ્ટ્રની આકરી સંચારબંધીને લીધે આવન જાવન પર કડક પ્રતિબંધ હોવાથી મૂળભૂત વાહનવ્યવહાર સહિત અનેક સેવાઓ પર નિયંત્રણ લાદવામાં આવ્યા છે.આ બધા પરિબળો વચ્ચે ” હિન્દુસ્તાન મિરર ” આગામી અંક 27.3.2020 સુધીના અંકનું માત્ર ડિજિટલ પ્રસારણ જ કરશે આ કપરી સ્થિતિમાં પ્રકાશન શક્ય નથી.
કુદરતી કે માનવસર્જિત કાળમાં પણ જેનું પ્રકાશન થંભ્યું નથી એવા ” હિન્દુસ્તાન મિરર “ના નવ વર્ષના સમય દરમ્યાન ઇતિહાસમાં સૌ પ્રથમવાર અમારા વાંચકો અને પાઠકો સુધી અમે પહોંચાડી શકતા નથી એનો અમને અત્યંત ખેદ છે.આ કપરા સમય દરમિયાન ટીમ ” હિન્દુસ્તાન મિરર ” ના પત્રકારો તથા ડિજિટલ ટીમ આપણે સચોટ અને સૌથી ઝડપી વિશ્વસનીય અહેવાલો અને સમાચારો 27 x 7 WWW.HINDUSTAN-MIRROR.COM ઉપર પહોંચાડવા પ્રયત્નશીલ છે.આવનારા કેટલાક સપ્તાહ સુધી ડિજિટલ માધ્યમથી જ હિન્દુસ્તાન મિરર સમાચારો પ્રકાશિત કરતુ રહેશે અમારો મહત્તમ પ્રયાસ જલ્દીથી જલ્દી પરિસ્થિતિ કાબુમાં આવે અને રાબેતા મુજબ લોકજીવન ધબકતું થાય ત્યારે જ અખબારને લોકો સુધી પહોંચાડી શકીયે એમ હોવાથી આવનારા સરકાર તરફના લોકડોઉનની નવી સૂચના સુધી પ્રકાશન સ્થગિત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
એક દાયકાની સફરમાં અમે અખબાર નિયમિત પ્રસિદ્ધ કરવાના મામલે શિષ્ટમાં જ રહ્યા છે.અમારા હજારો વાચકો અમારી પાસે અપેક્ષા રાખીને બેઠા હોય છે જે બાબતે અમે વાકેફ છીએ પરંતુ કોરાના વાઇરસની લોકડાઉનની આ કપરી રાષ્ટ્રીય વૈશ્વિક આપદાના સમયમાં ફિજિકલ પ્રિન્ટેડ કોપી પબ્લિશ કરીને વાચકોના હાથમાં પોંહચાડવાની કાર્યપદ્ધિતી ખોરવાઈ ચુકી છે.વિતરકો બહાર નીકળવા તૈયાર નથી.ફેરિયાઓ કોપી નાખવા જાય છે પણ મોટાભાગની સોસાયટીઓ અને કોલોનીમાં પ્રવેશ મળતો નથી.બજારના મોટાભાગના બુકસ્ટોલ બંધ છે.જેના કારણે અમે ડિજિટલ પ્રિન્ટ પબ્લીશ કરવાનો નિર્ણય લીધો છે અને લોકડાઉનની આ પરિસ્થતિમાં અમે ડિજિટલ સ્વરૂપમાં જ અખબાર કાઢીશું આ માટે આપ આપના મોબાઇલમાં લોગીન કરી પીડીએફ ફોરમેટમાં અંક જોઈ શકશો
આ બધા સાથે આપના સ્વાસ્થયની સુખાકારી સાથે આશા રાખીએ છીએ કે બહુ જ જલ્દી “હિન્દુસ્તાન મિરર” નો અંક આપના સુધી પહોંચાડી શકીએ. તમામ વાચક મિત્રો અને શુભેચ્છકોનો ખુબ ખુબ આભાર ….જય હિન્દ …ભારત માતા કી જય
જિગર વ્યાસ
( સંપાદક -હિન્દુસ્તાન મિરર )