નવી દિલ્હી, તા. 20 માર્ચ 2022, રવિવાર : આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના દરમાં વધારાની અત્યાર સુધી રિટેલ ગ્રાહકો પર કોઈ અસર થઈ નથી પરંતુ બલ્ક યૂઝર્સને મોટો ઝટકો લાગ્યો છે.ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ બલ્ક યૂઝર્સ માટે ડીઝલના ભાવમાં 25 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો છે.મળતી માહિતી પ્રમાણે પેટ્રોલ પંપ પર રિટેલ યૂઝર્સ માટે કોઈ વધારો કરવામાં નથી આવ્યો.
આટલો થયો રેટ
દિલ્હીમાં બલ્ક યૂઝર્સ માટે ડીઝલનો ભાવ 115 રૂપિયા પર પહોંચી ગયો છે તો પેટ્રોલ પંપો પર ડીઝલ 86.67 રૂપિયા પ્રતિ લીટરના દરથી વેચાઈ રહ્યું છે.મુંબઈમાં બલ્ક યુઝર્સને વેચવામાં આવતા ડીઝલનો ભાવ વધીને 122.05 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો છે જ્યારે પેટ્રોલ પંપો પર વેચાઈ રહેલા ડીઝલનો ભાવ 94.14 રૂપિયા પ્રતિ લીટર છે.
જાણો Bulk Customers વિશે
ડિફેન્સ, રેલવે એન્ડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન,પાવર પ્લાન્ટ,સિમેન્ટ પ્લાન્ટ અને કેમિકલ પ્લાન્ટ મુખ્ય બલ્ક કસ્ટમર્સમાં સામેલ છે.ઓઇલ માર્કેટિંગ કંપનીઓ વધુ માત્રામાં તેલનો વપરાશ કરતા ગ્રાહકોની જરૂરિયાતોને અલગથી પૂરી કરે છે.કંપનીઓ આ ગ્રાહકો માટે ઓઈલના સ્ટોરેજ અને હેન્ડલિંગ માટે વિશેષ વ્યવસ્થા કરે છે.
136 દિવસથી પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે
વિશ્વભરમાં તેલ અને ઈંધણના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે.તેમ છતાં PSU ઓઈલ કંપનીઓએ 4 નવેમ્બર,2021થી છૂટક ગ્રાહકો માટે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો નથી કર્યો.