(પીટીઆઇ) પટણા, તા. ૧૭ : ે જનતા માલિક છે જેને ઇચ્છે તેને વોટ કરે આ અંગે હું પ્રતિક્રિયા આપતો નથી તેમ બિહારના મુખ્યપ્રધાન નીતીશ કુમારે બોચહાં પેટા ચૂંટણીના પરિણામો અંગે જણાવ્યું હતું.બિહારની બોચહાં વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમા એનડીએના ઉમેદવારની હાર પછી મુખ્યપ્રધાન નીતિશકુમારે આ પ્રતિક્રિયા આપી છે.તેમણે જણાવ્યું હતું કે લોકોની ઇચ્છા સૌથી ઉપર છે.હાર અંગે પૂછવામાં એક પ્રશ્રના જવાબમાં તેમણે કહ્યું હતું કે જનતા માલિક છે જેને ઇચ્છે તેને વોટ કરે.વિપક્ષી પાર્ટી રાજદના યુવાન ઉમેદવાર અમર પાસવાનેૈ બોહચાં વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અને પોતાના નજીકના હરીફ બેબી કુમારીને ૩૬,૬૫૮ મતોથી હરાવ્યા હતાં.પટણા સ્થિત જદયુના પ્રદેશ મુખ્યમથકમાં પત્રકારો સાથેની વાતચીતમાં કોરોના મહામારી અંગે પૂછવામાં આવેલા એક પ્રશ્રના જવાબમાં નીતિશકુમારે જણાવ્યું હતું કે રાજ્યમાં કોરોના અંગે સંપૂર્ણ સતર્કતા રાખવામાં આવી રહી છે.