વિધાનસભાની ચૂંટણી નજીક આવતાં ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઝંઝાવતી ચૂંટણી પ્રચાર જામ્યો છે.આણંદ ખાતે વડાપ્રધાનની ઉપસ્થિતિમાં 80 વર્ષ જૂના સંઘી મહેન્દ્ર પટેલ જેમને બાબુકાકા તરીકે ઓળખે છે.વડાપ્રધાન સાથે વાત કરવા જતાં સી.આર. પાટીલે બાબુકાકાને હાથ ખેંચીને સ્ટેજ પરથી ઉતારી મૂક્યાં હતા,જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
મહેન્દ્ર પટેલ સાથે પાટીલે અભદ્ર વ્યવ્હાર
મહેન્દ્ર પટેલે વિદ્યાનગરનગરપાલિકામાં 30 વર્ષ સુધી પ્રમુખ સુધી સેવાઓ આપી છે. 15 વર્ષ સુધી સરપંચ પદે રહ્યા. આણંદ જ નહીં મધ્યગુજરાતમાં જનસંઘનો ઉદય જેમના ઘરમાંથી થયો તે પીઢ અને સંઘી નેતા મહેન્દ્ર પટેલ સાથે પાટીલે અભદ્ર વ્યવ્હાર કરતાં લોકોમાં ચર્ચા જાગી છે કે પાટીલનો અંહકાર ભાજપને તારશે કે પછી ડૂબાડશે.પક્ષ માટે જેમણે પરસેવો પાડયો છે તેવા નેતાઓને હાંસિયામાં ધકેલી દેવાયા છે.