જન્માષ્ટમીનાં તહેવારમાં 1 દિવસનો જ સમય બાકી છે,ત્યારે અમદાવાદનાં બજારોમાં પહેલા જેવી રોનક જોવા મળી રહી નથી.બજારમાં ખરીદી કરવા આવતા લોકોની સંખ્યાનું પ્રમાણ અડધું જોવા મળી રહ્યુ છે.ત્યારે જન્માષ્ટમીમાં જોવા મળતા ભગવાન કૃષ્ણનાં ડ્રેસમાં પણ ખરીદીનું પ્રમાણ 50 ટકા ઓછું છે.
જન્માષ્ટમીમાં મંદિરોમાં શાળા,કોલેજો અને સોસાયટીઓમાં ખાસ પ્રકારની ઉજવણી કરવામાં આવતી હોય છે.જેમાં નાના બાળકોથી માંડીને યુવાનો ખાસ પ્રકારનો કનૈયા ડ્રેસ પહેરતા હોય છે.જેનો છેલ્લા કેટલાક વર્ષથી નવો ટ્રેન્ડ બની ગયો છે.પરંતુ આ વર્ષે સરકારે કોરોના મહામારીને કારણે કેટલીક ગાઈડલાઈન બહાર પાડી છે.જેથી સોશીયલ ડિસ્ટન્સનું પાલન કરવું ફરજીયાત છે.જેથી મંદિરોમાં તેમજ સોસાયટીઓમાં પણ વધારે ભક્તો ભેગા ના થાય તે માટે કેટલીક રોક સરકારે લગાવી છે.બીજી બાજુ શાળા કોલેજો પણ ખુલ્યા નથી.જેથી જન્માષ્ટમીમાં પહેરવામાં આવતો કૈંનૈયા ડ્રેસની ખરીદીમાં પણ મંદી જોવા મળી છે.ગયા વર્ષ કરતા આ વર્ષે કૈનૈયા ડ્રેસનું વેચાણ 50 ટકા જોવા મળ્યું છે.