સુરત : તા 19 મે 2022,ગુરૂવાર જમવાના શોખીન સુરતીઓએ હવે સાવધાન થવાની જરૂર છે.શહેરના વીઆર મોલ સામે આવેલ અમદાવાદી તવાફ્રાય પર વેજિટેરિયન ભોજનમાંથી ઈયળ નીકળી હોવાનો વિડીયો વાયરલ થયો છે.ઉલ્લેખનીય બાબત એ થાય કે મેનેજરે વાતને સ્વીકાર કરવાને બદલે ગ્રાહકને ઉલટો જવાબ આપતા લોકો રોષે ભરાયા હતા.
લોકોના આરોગ્ય સાથે ચેડા થતી હોવાની ઘટના અવાર નવાર સામે આવતી હોય છે જેમાં વધુ એક ઘટના સામે આવી છે.શહેરના પોર્સ વિસ્તારમાં આવેલા વી.આર મોલની સામેના મુસ્તાક અમદાવાદી તવાફ્રાય ધાબા ખાતે ભોજનમાંથી ઈયળ હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં લોકો દ્વારા વાઈરલ કરાઈ રહ્યો છે.ગ્રાહક દ્વારા વેજ ફ્રાઈડ રાઈસની આઈટમ મંગાવવામાં આવી હતી.જેમાંથી ઈયળ નીકળતા ગ્રાહક રોષે ભરાયા હતા.એટલું જ નહીં ગ્રાહક દ્વારા રેસ્ટોરન્ટના મેનેજરને આ અંગે ફરિયાદ કરવામાં આવી ત્યારે મેનેજરે કહ્યું હતું કે આ તો રોજનું છે.તમારે ખાવું હોય તો ખાવ અને જવા દેવું હોય તો જવા દો. ગ્રાહકને આ પ્રમાણે અપાયેલા જવાબ ને કારણે ગ્રાહકે પોતે જ પ્લેટમાં જમવાના સાથે દેખાતી ઈયળનો વિડીયો બનાવીને વાયરલ કર્યો છે.સાથે જ ગ્રાહક દ્વારા SMCના આરોગ્ય વિભાગ અને ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરવાની તજવીજ પણ હાથ ધરાઈ છે.
જમવામાં નિકળી ઈયળ છતાં મેનેજરે જવાબ આપ્યો કે ‘આ તો રોજનું છે, ખાવું ન હોય તો જવા દો’
Leave a Comment

