ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 16 વિદેશી નાગરિકો સહિત 19 જમાતી (તબલીગી જમાત સાથે જોડાયેલા લોકો)ની ધરપકડ કરવામાં આવી છે.ધરપકડ કરવામાં આવેલા જમાતીઓમાં 7 ઇન્ડોનેશિયા અને 9 થાઇલેન્ડના છે.આ ઉપરાંત જમાતમાં સામેલ થયેલા અલ્હાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીના પ્રોફેસરની પણ ધરપકડ કરવામાં આવી છે.યુનિવર્સિટીના રાજનીતિ વિજ્ઞાન વિભાગના પ્રોફેસર મોહમ્મદ શાહિદ પર વિદેશી જમાતીઓને શરણ આપવા અને ચોરીથી છુપાઇ રહેવામાં મદદ કરવાનો પણ આરોપ છે.
જમાતીઓને મસ્જિદમાં આપી શરણ
પ્રાપ્ત માહિતી અનુસાર જમાતીઓ સાથે તેમના 12 મદદનીશની પણ ધરપકડ કરવામાં આવી છે.આ મામલે ત્રણ થાના ક્ષેત્રોમાંથી કુલ 30 લોકોની ધરપકડ કરવામાં આવી છે.કરેલી,શાહગંજ અને શિવકુટી વિસ્તારમાંથી તમામને ઝડપી પાડવામા આવ્યાં છે.
જણાવવામાં આવી રહ્યું છે કે વિદેશી જમાતી શહેરની બે મસ્જિદોમાં છુપાઇને રહેતા હતા. તેમાંથી એક ઇન્ડોનેશિયાઇ જમાતીનો રિપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યો હતો.કોવિડ હોસ્પિટલમાં સારવાર બાદ બે દિવસ પહેલા જ તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.ધરપકડમાં તમામ 30 લોકોને આજે બપોરે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
જણાવી દઇએ કે બે દિવસ પહેલાં જ સ્વાસ્થ્ય મંત્રીએ ખુલાસો કર્યો હતો કે દેશમાં કોરોના સંક્રમણના કુલ કેસમાં 30 ટકાથી વધુ કેસ તબલીગી જમાત સાથે જોડાયેલા છે.તબલીગી જમાતની બેદરકારીના કારણે દેશમાં કોરોના સંક્રમણના કેસમાં વધારો થયો છે.તેમ છતાં જમાતના લોકો પ્રશાસનને સહયોગ નથી આપી રહ્યાં.