– કોઈ એક સંસ્થાના ગુનાને પૂરી કોમના ગુનાના રૂપમાં જોઈ શકાય નહીં.
નવી દિલ્હી : કોરોના વાયરસ મહામારીની વચ્ચે એક ન્યૂઝ ચેનલ દ્વારા કોન્ફરન્સિંગ દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું હતું.જેમાં કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ અલ્પસંખ્યકોના મામલે પોતાનો વિચાર રજૂ કર્યા અને તેમણે દરેક પ્રશ્નનોનો નીડરતાથી જવાબ આપ્યો.તેમણે કહ્યું કે,તબલીગી જમાતનો મામલો જો સામે આવ્યો ન હોત,તો કોરોના માટે લોકડાઉનના ત્રીજા ચરણની જરૂર પડતે જ નહીં.
તબલીગી જમાત પ્રકરણ પર નકવીએ કહ્યું કે કોઈ એક સંસ્થા કે એક વ્યક્તિના ગુના માટે પૂરા સમુદાયને જવાબદાર ગણાવવા યોગ્ય કહી શકાય નહીં. તે સંસ્થાએ જે પણ ગુનાહિત બેદરકારી કે ગુનો કર્યો,તેની મોટા ભાગના મુસલમાનોએ ખુલીને નિંદા કરી છે અને સાથે જ કાર્યવાહી કરવાની માગ પણ કરી છે.માટે કોઈ એક સંસ્થાના ગુનાને પૂરી કોમના ગુનાના રૂપમાં જોઈ શકાય નહીં.નકવીએ કહ્યું કે,તબલીગી જમાતનો મામલો જો ન આવ્યો હોત તો લોકડાઉનનું બીજુ અને ત્રીજુ ચરણ વધારવાની જરૂરત જ પડી ન હોત.તેમણે કહ્યું કે,અમુક લોકો છે જેઓ તબલીગી જમાતના લોકોને જસ્ટિફાઈ કરવા અને સાંપ્રદાયિક ટચ આપવામાં લાગ્યા છે.તેમ છતાં 95 ટકા હિંદુ મુસ્લિમ એકબીજાની મદદ કરી રહ્યા છે.તેમણે કહ્યું કે,આખો દેશ કોરોના સામેની આ લડાઈમાં સાથે છે.નરેન્દ્ર મોદીજીએ જ્યારે હાથ જોડીને દેશના લોકોને અપીલ કરી હતી તો દરેક 130 કરોડ લોકો તેમા સામેલ છે.તે અપીલ ધર્મ અને જાતિ પર આધારિત નહોતી.તેમની અપીલનો સૌએ સ્વીકાર કર્યો અને તેના પર અમલ પણ કર્યો.

