By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: જમાદારને જુગારના અડ્ડા ઉપર રેડ કરવી ભારે પડી !!નેતાની ધમકી મળ્યા બાદ જમાદારે પણ સામે પોસ્ટ મૂકી:- ‘ઝૂકેગા નહીં સાલા’ !!અને થયા સસ્પેન્ડ !
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > જમાદારને જુગારના અડ્ડા ઉપર રેડ કરવી ભારે પડી !!નેતાની ધમકી મળ્યા બાદ જમાદારે પણ સામે પોસ્ટ મૂકી:- ‘ઝૂકેગા નહીં સાલા’ !!અને થયા સસ્પેન્ડ !
AhmedabadGeneral

જમાદારને જુગારના અડ્ડા ઉપર રેડ કરવી ભારે પડી !!નેતાની ધમકી મળ્યા બાદ જમાદારે પણ સામે પોસ્ટ મૂકી:- ‘ઝૂકેગા નહીં સાલા’ !!અને થયા સસ્પેન્ડ !

HM News
Last updated: 06/07/2022 7:41 AM
HM News
3 years ago
Share
SHARE

રાજકોટ શહેરના કુવાડવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલીસકર્મી એ જુગારના અડ્ડા ઉપર રેડ કર્યા બાદ તેઓને એક રાજકીય નેતા ધમકી આપી રહ્યા હોવા અંગેની પોસ્ટ મૂક્યા બાદ તેઓને સસ્પેન્ડ કરી દેવાયા છે.પોસ્ટ મૂકનાર એએસઆઇને મંગળવારે સાંજે સસ્પેન્ડ કરી દેવાતા પોલીસબેડામાં ભારે ચર્ચાઓ ઉઠી છે અને પોલીસને ધમકી ક્યા રાજકીય નેતાએ આપી તે અંગે અનેક અટકળો વહેતી થઈ હતી જોકે તે કોણ છે તે અંગે હજુ સુધી કોઈ વિગત બહાર નથી આવી પણ તે પહેલા પોતાની આપવીતી વ્યક્ત કરનાર જમાદારને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.કુવાડવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઇ હિતેન્દ્રસિંહ ઝાલાએ તેના સોશિયલ મીડિયાના એકાઉન્ટમાં ચાર દિવસ પૂર્વે એક પોસ્ટ મૂકી હતી.

પોસ્ટમાં લખ્યું હતું કે,‘આજ એક નેતાને તેની અસલિયત બતાવી તો મને બદલીની ધમકી આપી કે,એવી જગ્યાએ બદલી કરીશ કે પાણી નહીં મળે,એ મને ચાર વર્ષથી હેરાન કરે છે,વગર વાંકે મારી બદલીઓ કરાવે છે,જ્યારે એનો ઇતિહાસ વિવાદોથી ખરડાયેલો છે,છતાં મને ધમકીઓ આપે છે,પણ મારી તૈયારી છે,ઝૂકેગા નહીં સાલા,મારો વાંક એટલો જ હતો કે તેના બનેવીને ત્યાં જુગારની રેડ કરી હતી,લુખ્ખો સાલો,મને કોર્ટ પર પૂરો વિશ્વાસ છે,હું લડીશ ઝૂકીશ નહી,હું ઝૂકીશ નહીં’.જમાદારે પોસ્ટ મુક્યાની ગણતરીની મિનિટોમાં જ ડિલીટ કરી નાખી હતી.છતાંપણ આ પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરી દેવાતા પોલીસ બેડા માં આ ઘટનાએ ભારે ચકચાર મચાવી છે.

80,000 પોલીસકર્મી હોવા છતાં અમૃતપાલની ધરપકડ કેમ ન થઈ ? : HC
તબલીગ જમાત અંગે મમતા બેનરજીએ કહ્યું- રોગ જાતિ અને ધર્મના આધારે ભેદભાવ કરતો નથી
કોરોના કાળમાં પણ બેંકોને બખ્ખા, 1,00,000 કરોડનો તોતીંગ નફો
અતીક અહેમદનો પુત્ર અસદ એન્કાઉન્ટરમાં ઠાર, સાથી ગુલામ પઠાણ પણ ઠાર
રાજ્યમાં પ્રથમ વખત 1,200થી વધારે લોકોને થયું ફુડ પોઈઝનિંગ, કોંગ્રેસી નેતાના ત્યાં હતો પ્રસંગ
Share This Article
Facebook Email Print
Previous Article ચોમાસાની બીમારીઓએ માથું ઊંચક્યું
Next Article ટૂંક સમયમાં થશે કૅબિનેટનું વિસ્તરણ : દેવેન્દ્ર ફડણવીસ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up