વોંશિગ્ટન, 20 ફેબ્રુઆરી : અમેરિકાનું જો બિડેન વહીવટીતંત્ર આગામી સપ્તાહે એક ઇન્ટેલિજન્સ રિપોર્ટ જારી કરનારૂ છે,જેનાં કારણે સાઉદી અરબ અને અમેરિકાનાં સંબંધા વણસે તેવી શક્યતા છે,આ રિપોર્ટમાં સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનને વર્ષ 2018માં પત્રકાર જમાલ ખશોગીની હત્યા માટે જવાબદાર ઠરાવવામાં આવ્યા છે.
વોંશિંગ્ટન પોસ્ટની રિપોર્ટનાં જણાવ્યા મુજબ ઓફિસ ઓફ ધ ડાયરેક્ટર ઓફ નેશનલ ઇન્ટેલિજન્સએ આ રિપોર્ટ તૈયાર કરી છે અને તેનાં આગામી સપ્તાહે જાહેર કરવામાં આવશે,ખશોગી વોશિંગ્ટન પોસ્ટમાં સાઉદી અરબ સરકારની કટુ ટીકા તેમની કોલમ લખતા હતાં,હવે જ્યારે ઇસ્તંબુલ સ્થિત સાઉદી કોન્સ્યુલેટ એક તુર્કિશ નાગરિક સાથે લગ્ન કરવા માટે જરૂરી પેપર લેવા ગયા તો તેમને નશાકારક પદાર્થ આપીને તેમની હત્યા કરવામાં આવી હતી.
બિડેન વહીવટીતંત્રે સંકેત આપ્યા છે કે રાષ્ટ્રપ્રમુખ મોહમ્મદ બિન સલમાન સાથે નહીં પણ તેમના પિતા અને સાઉદીનાં શાસક સલમાન બિન અબ્દુલ અઝીઝ સાથે વાત કરશે,અને મોહમ્મદ બિન સલમાન સાથે દેશનાં સંરક્ષણ પ્રધાન લોઇડ ઓસ્ટિંન વાત કરશે,નોંધનિય છે કે ક્રાઉન પ્રિન્સને દેશનો શાસક માનવામાં આવે છે,પરંતું અમેરિકાનું વહીવટી તંત્ર માત્ર સમકક્ષો સાથે જ વાતચીત કરવાનાં પક્ષમાં છે.
વર્ષ 2019માં અમેરિકાની કોંગ્રેસે એક કાયદો પસાર કર્યો હતો,જે અંતર્ગત ખશોગીની હત્યામાં કોઇ સાઉદી અધિકારીની ભુમિકાની તપાસ રિપોર્ટ રજુ કરવાનું કહ્યું હતું.