By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: જમ્મુ કાશ્મીરમાં ઘણાં લાંબા સમય બાદ ફિદાયીન હુમલો, 3 જવાન શહીદ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > જમ્મુ કાશ્મીરમાં ઘણાં લાંબા સમય બાદ ફિદાયીન હુમલો, 3 જવાન શહીદ
GeneralNational

જમ્મુ કાશ્મીરમાં ઘણાં લાંબા સમય બાદ ફિદાયીન હુમલો, 3 જવાન શહીદ

HM News
Last updated: 11/08/2022 8:28 AM
HM News
3 years ago
Share
SHARE

– કાશ્મીરી પંડિત રાહુલ ભટ્ટની હત્યામાં સામેલ લતીફ સહિત LeTના 3 આતંકવાદીઓ બુધવારે ઠાર મરાયા

શ્રીનગર, તા. 11 ઓગષ્ટ 2022, ગુરૂવાર : જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં દારહાલ ખાતે આતંકવાદીઓએ એક આર્મી કેમ્પ પર ફિદાયીન હુમલો કર્યો હતો.આ હુમલામાં 3 જવાન શહીદ થયા હતા જ્યારે અન્ય 2 જવાનો ઘાયલ થયા છે.વળતા જવાબમાં સેનાએ પણ 2 આતંકવાદીઓને ઠાર માર્યા છે.જમ્મુ કાશ્મીરમાં ઘણાં લાંબા સમય બાદ આતંકવાદીઓનો ફિદાયીન હુમલો નોંધાયો છે.જમ્મુ ઝોનના એડીજીપી મુકેશ સિંહના કહેવા પ્રમાણે કેટલાક લોકોએ દારહાલ ખાતેના આર્મી કેમ્પની અંદર ઘૂસવાનો પ્રયત્ન કર્યો હતો અને તરત જ બંને બાજુથી ફાયરિંગ શરૂ થઈ ગયું હતું.ત્યાર બાદ વધારાની સિક્યોરિટી ફોર્સને તે સ્થળે મોકલવામાં આવી હતી. આ અથડામણમાં 2 આતંકવાદીને ઠાર મારવામાં આવ્યા છે જ્યારે 2 જવાનોને ઈજાઓ પહોંચી છે. ઘાયલ જવાનોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે.

રાહુલ ભટ્ટનો હત્યારો ઠાર

સુરક્ષા દળો સાથેની અથડામણમાં બુધવારના રોજ બડગામ જિલ્લામાં લશ્કર-એ-તૈયબા (એલઈટી)ના 3 આતંકવાદી માર્યા ગયા હતા.તેમાં લતીફ રાઠેર નામના આતંકવાદીનો પણ સમાવેશ થાય છે જે કાશ્મીરી પંડિત કર્મચારી રાહુલ ભટ્ટની હત્યામાં સામેલ હતો.

કાશ્મીરના એડીજી વિજય કુમારે ટ્વિટમાં લખ્યું હતું કે, ‘સંતાવાનો પ્રયત્ન કરી રહેલા લશ્કર-એ-તૈયબાના ત્રણેય આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે.ઘટના સ્થળેથી તેમના શબ બહાર કાઢવામાં આવી રહ્યા છે.ઉપરાંત ત્યાંથી આપત્તિજનક સામગ્રી, હથિયારો અને ગોળા-બારૂદ પણ મળી આવ્યા છે.આ અમારા માટે એક મોટી સફળતા છે.’

વલસાડ જિલ્લામાં કોરોના રોકવા તંત્રનો પનો ટૂંકો, વધુ 8 કેસ કુલ 111
અમેરિકાએ જડબાતોડ જવાબ આપ્યો, ISISના ઠેકાણા પર ડ્રોન હુમલો, માસ્ટરમાઈન્ડને ઠાર કરાયો
નર્મદા ડેમ નજીક કેવડિયા ગામમાં પુનઃ ફેન્સિગ મામલે પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ
સ્માર્ટ સિટી તંત્રમાં સંકલનનો અભાવ, નરોડાના ધારાસભ્યે મ્યુ.શાળામાં વોટરકૂલર મુકવા ગ્રાન્ટ ફાળવી તંત્રે નનૈયો ભણી દીધો
વિવાદિત પુસ્તકના પ્રકાશન બાદ સલમાન કુરશીદનું દર્દ છલકાયું ,કહ્યું કે હિન્દુત્વ જોવુ હોય તો નૈનિતાલમાં મારુ સળગેલુ ઘર જોઈ લો..
Share This Article
Facebook Email Print
Previous Article મહા- ભ્રષ્ટાચારી IAS ઓફિસર કે.રાજેશને સ્પેશ્યલ PMLA કોર્ટે વધુ બે દિવસના રિમાન્ડ આપ્યા
Next Article વિધાનસભા અગાઉ ભાજપમાં રાજકીય ખેલ શરુ : CR પાટીલે ગોઠવ્યા ચોગઠાં : વિજય રૂપાણી જૂથના નીતિન ભારદ્વાજ થયા કિલિન બોલ્ડ !
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up