– શીખ અંગત ગ્રુપ સાથે વિશ્વ હિન્દુ પરિષદના લોકો પણ જોડાયા
જમ્મુ-કાશ્મીરમાં શીખ યુવતીને બંદૂકની અણીએ જબરજસ્તી અન્ય ધર્મના યુવક સાથે લગ્ન કરવાની ઘટના સામે આવી છે.જેને લઇને શીખ ધર્મની લાગણી દુભાવતા સુરત જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.જમ્મુ કાશ્મીરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.કેટલાક વિધર્મી યુવાનો દ્વારા બંદૂકની અણીએ એક યુવતીને તેના માતા-પિતાની સામે જ અપહરણ કરી લેવાયું હતું.અપહરણ કરી લીધા બાદ તેને અન્ય વિધર્મી યુવક સાથે જબરજસ્તીથી લગ્ન કરાવી દેવાની ઘટના સામે આવતાં સમગ્ર શીખ સમાજમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.
રાષ્ટ્રીય શીખ સંગત દ્વારા આજે કલેક્ટરને આવેદનપત્ર આપીને જમ્મુ-કાશ્મીરમાં થઈ રહેલા શીખ ધર્મના પરિવારો સાથે અન્યાયને લઈને પોતાની રજૂઆત કરી હતી.શીખ અંગત ગ્રુપ સાથે વિશ્વ હિન્દુ પરિષદના લોકો પણ જોડાયા હતા.દેશભરમાં હાલ લવ જેહાદ જેવી ઘટનાઓ સતત સામે આવી રહી છે.વિધર્મી યુવાનો દ્વારા માત્ર જમ્મુ-કાશ્મીરમાં નહીં પરંતુ સમગ્ર દેશભરમાં યુવતીઓ અને કિશોરીઓને નિશાને બનાવીને તેમનું જીવન નર્કાગારમાં ધકેલી રહ્યા છે.
રાષ્ટ્રીય શીખ સંગતના મહામંત્રી સુખવિંદર ખુરાનાએ જણાવ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં શીખ લોકો સાથે વિધર્મીઓ અત્યાચાર કરી રહ્યા છે.કિશોરીઓને જબરજસ્તીથી ધર્માંતરણ તરફ ધકેલવામાં આવી રહી છે તેવા સમયે ત્યાંની સરકાર દ્વારા આવા વિધર્મી યુવકો સામે સખ્તાઇપૂર્વકના પગલા લેવા જોઈએ તેમજ કેન્દ્ર સરકારે આ પ્રકારે શીખ સમુદાયની છોકરીઓ સાથે કોઈપણ ગેરવર્તન ન થાય તે માટે ખાસ ધ્યાન રાખવું જોઈએ.વિશેષ કરીને લવ જેહાદની જેમ ધર્માંતરણ સામે પણ હવે સક્રિય થવાની જરૂર છે.