લોખંડ અને તાંબા જેવી ધાતુને સોનામાં તબદીલ કરવાનો અને એકના ડબલ કરવાનો દાવો કરનારા ગુજરાતના 3 ત્રાંત્રિકો જયપુરના સિંધી કેમ્પ પોલીસે એક હોટલમાંથી પકડાયા હતા.જોવાની ખુબી એ છે કે જયારે પોલીસે પુછયું કે શું અમારા રૂપિયા પણ ડબલ કરી આપશો? તો ત્રાંત્રિકે આત્મવિશ્વાસથી દાવો કર્યો કે હા ડબલ કરી આપીશું.સિંધી કેમ્પ પોલીસે ત્રણેયના રિમાન્ડ પુરા થયા પછી જેલમાં મોકલી આપ્યા હતા.ત્રણેય ત્રાંત્રિક મોંઘી મોંઘી કારોમાં જુદા જુદા શહેરોમાં જઇને લોકોને ઠગતા હતા. પોલીસે તેમની પાસેથી તંત્ર- મંત્ર,પુજાનો સામાન અને પોલીસ લખેલી કાર પણ જપ્ત કરી છે.
સિંધી કેમ્પના પોલીસ અધિકારી ગુંજન સોનીએ કહ્યું હતું કે નરેશ ગિરિ,મોહમંદ કામિલ અને કનુ જોષીની ધરપકડ કરવામાં આવી હતી.આ ત્રણેય ગુજરાતના રહેવાસી છે.તેમના રિમાન્ડ દરમ્યાન કેટલીક વાતોના ખુલાસા થયા હતા.નરેશ ગિરીએ કહ્યું હતું કે કોરોના કાળમાં તેની પાસે કોઇ કામ નહોતું.ત્યારે ત્રાંત્રિક વિદ્યા દ્રારા રૂપિયા ડબલ કરવાનો પ્લાન મગજમાં આવ્યો હતો.નરેશે મોહમંદ કાલિમ સાથે મળીને પુરી યોજના બનાવી દીધી હતી.મોહમંદ કાલિમ ત્રાંત્રિક વિદ્યા કરતો હતો. કનુ જોશી કાલિમનો ડ્રાઇવર હતો.ત્રણેય મળીને નવા ગ્રાહકો શોધતા હતા અને તેમને રૂપિયાનો વરસાદ કરવાની લાલચ આપીને રૂપિયા મેળવી લેતા હતા
પોલીસને તપાસમાં કેટલીક ચોંકાવનારી વાત પણ જાણવા મળી. નરેશ ગિરી આર્મીમાં હતો,તેના પગમાં ફેકચર થયા પછી ગામમાં ખેતી કરવા માંડયો હતો.કોરોનાના સમયમાં તે નાની મોટી સમાજ સેવા પણ કરવા માંડયો હતો.તે વખતે નરેશ ગિરિનો સંપર્ક અને પોલીસ મથકમાં થયો હતો.મોહમંદ કાલિમ સાથે મળીને પોલીસ પણ લાઇજનિંગના કામ કરવા માંડી હતી. ત્રાંત્રિકોએ પોલીસની કાર્યશૈલી પણ શીખી લીધી હતી અને એટલા માટે પોતાની કાર પર પોલીસનું સ્ટીકર લગાવી દીધું હતું.જયારે પણ તેઓ પકડાઇ જતા ત્યારે પોલીસ હોવાનો દમ મારીને છટકી જતા હતા.જયપુરમાં પણ જયારે તેઓ પકડયા તો નરેશ ગિરીએ પોલીસ હોવાનો રોફ બતાવ્યો હતો.
આ ત્રણેય ત્રાંતિકો જયપુર કેવી રીતે પહોંચ્યા તે બાબતે પોલીસે કહ્યું હતું કે બાડમેરમાં રહેતો પૂરબ ગિરી એક ટ્ર્ક ડ્રાઇવર છે.એ ટ્રક લઇને અમદાવાદ જતો હતો ત્યારે તેની ઓળખાણ નરેશ ગિરી સાથે થઇ હતી.પૂરબ ગિરીએ જયારે પોતાની આર્થિક હાલત ખરાબ હોવાની વાત કરી તો નરેશે પૂરબને મોહમંદ કાલિમ સાથે ઓળખાણ કરાવીને રૂપિયાનો વરસાદ અને ધાતુને સોનામાં બદલવાની લાલચ આપી હતી. પૂરબે ત્રણેયને જયપુરમાં એક હોટલમાં રહેવાની અને આવવા જવાના ખર્ચની વ્યવસ્થા કરી.
પૂરબ તેના એક સાથી મિત્રને લઇને જયપુર પહોંચ્યો હતો, બનેં જણાએ 50-50 હજાર રૂપિયા ડબલ કરવા માટે નરેશ ગિરીને આપ્યા. નરેશે સાંજે ત્રાંત્રિક વિધ્યા કરવાનું કહ્યું.બીજા દિવસે પૂરબ અને ગૌરવ હોટલ પર ગયા અને ડબલ રકમ પરત માંગી.નરેશ ગિરીએ રૂપિયા આપવાની આનાકાની શરૂ કરી એટલે તેમની વચ્ચે બોલાચાલી થઇ. ગૌરવે સિંધી કેમ્પ પોલીસમાં જઇને ફરિયાદ નોંધાવી દીધી હતી.પોલીસ ત્રણેયને હોટલથી પકડીને પોલીસ સ્ટેશન લાવીને પુછપરછ કરી તો ત્રણેય નકલી હોવાનું ખબર પડયું હતું.

