મુંબઈ,તા.૨૪
જયલલિતાનો ૨૪ ફેબ્રુઆરીના રોજ ૭૨મી બર્થ એનિવર્સરી છે. આ પ્રસંગે ‘થલાઈવી’ના મેકર્સે ફિલ્મનો ન્યૂ લુક શૅર કર્યો હતો, આ લુક જયલલિતા રાજકારણમાં આવ્યા તે સમયનો છે. આ લુકમાં કંગનાએ તે જ સાડી પહેરી છે, જેવી જયલલિતા પહેરતા હતાં. નોંધનીય છે કે જયલલિતાનો જન્મ ૨૪ ફેબ્રુઆરી, ૧૯૪૮માં થયો હતો. કંગનાએ જયલલિતાના લુક માટે પ્રોસ્થેટિક્સ મેકઅપ ઉપરાંત ૮-૧૦ કિલો વજન વધાર્યું હતું.
કંગનાએ ગયા વર્ષે નવેમ્બરમાં ‘થલાઈવી’નું શૂટિંગ શરૂ કર્યું હતું. ફિલ્મને વિષ્ણુ ઈન્દુરી પ્રોડયૂસ કરી રહ્યાં છે જ્યારે ડિરેક્શન એલ વિજયનું છે. ૧૯૬૫થી લઈને ૧૯૭૩ સુધી જયલલિતાએ એમજીઆર સાથે ૨૮ ફિલ્મ્સમાં કામ કર્યું હતું. ૧૯૬૫માં ‘આઈરાથિલ ઓરુવન’ જયલલિતાની એમજીઆર સાથેની પહેલી ફિલ્મ હતી. ‘થલાઈવી’ હિંદી, તમિળ તથા તેલુગુમાં રિલીઝ થશે.
જયલલિતાનાં ૭૨માં જન્મદિન પર ‘થલાઈવી’નો ન્યુ લુક રિલીઝ
Leave a Comment

