By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: જર્મન મોડેલે પગની લંબાઈ વધારવા 1.32 કરોડનો ખર્ચ કર્યો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > જર્મન મોડેલે પગની લંબાઈ વધારવા 1.32 કરોડનો ખર્ચ કર્યો
GeneralInternational

જર્મન મોડેલે પગની લંબાઈ વધારવા 1.32 કરોડનો ખર્ચ કર્યો

HM News
Last updated: 05/05/2023 1:10 AM
HM News
2 years ago
Share
SHARE

– બિગ બ્રધર ફેમ થેરેસિયા ફિશ્ચરે કરાવેલી સર્જરીની દુનિયાભરમાં ચર્ચા
– થેરેસિયા ફિશ્ચરે પગ સાડા પાંચ ઈંચ લાંબા કરાવ્યા પછી ઊંચાઈ છ ફૂટથી વધુ થઈ ગઈ : છ નવા બોયફ્રેન્ડ બની ગયા!

બર્લિન : જર્મનીની મોડેલ થેરેસિયા ફિશ્ચરે કરાવેલી અનોખી સર્જરીએ દુનિયાભરમાં ચર્ચા જગાવી છે.સામાન્ય રીતે લોકો પ્લાસ્ટિક સર્જરી કરાવતા હોય છે.ખાસ તો મહિલાઓ સુંદરતા માટે હોંઠ,નાક કે ગાલ કે સ્તન-નિતંબની પ્લાસ્ટિક સર્જરી કરાવે છે,પરંતુ જર્મનીની મોડેલે લંબાઈ વધારવા ઓપરેશન કરાવ્યું છે.

જર્મનીની આ ૩૧ વર્ષની મોડેલે અંદાજે ૧.૩૨ કરોડ રૂપિયાના ખર્ચે પગની લંબાઈ ૫.૫ ઈંચ વધારી છે.પગની લંબાઈ વધતા મોડેલની ઊંચાઈ ૬ ફૂટ થઈ ગઈ છે.ઈન્સ્ટાગ્રામમાં તસવીરો શેર કરીને થેરેસિયા ફિશ્ચરે જણાવ્યું હતું કે બાળપણથી તેના પગ ટૂંકા હોવાથી લોકો મશ્કરી કરતા હતા.મોડેલ બની ગયા પછી પગ ટૂંકા હોવાના મુદ્દે તેના પર કટાક્ષ થતા હતા.ફેન્સ પણ તેના પર વ્યંગ કરતા હતા.

બાળપણથી સતત ટીકા સાંભળતી રહેલી આ મોડેલે ૧.૩૨ કરોડ રૂપિયાના ખર્ચે બંને પગની લંબાઈ વધારી હતી.બંને પગમાં ટેલેસ્કોપિક રોડ નાખીને લંબાઈ વધારવામાં આવી છે. ઓપરેશન પછી તેના પગની લંબાઈ ૫.૫ ઈંચ વધી જતાં તેની કુલ લંબાઈ છ ઈંચ થઈ ગઈ છે.લંબાઈ વધારવાના ઓપરેશન પછી થેરેસિયાએ કહ્યું હતું કે તેનામાં આત્મવિશ્વાસ વધ્યો છે.તે બેહદ ખુશ છે.ખૂબ સંતોષ થયો છે અને બાળપણની લઘુતાગ્રંથિમાંથી મુક્ત થઈ છે.લંબાઈ વધવાથી મોડલિંગ કરિઅરમાં ફાયદો થયાનું પણ તેણે કહ્યું હતું.મોડેલે તો ત્યાં સુધી દાવો કર્યો હતો કે લંબાઈ વધ્યા બાદ તેના છ બોયફ્રેન્ડ બની ગયા છે.ઈન્સ્ટાગ્રામમાં ૧.૪૫ લાખ ફોલોઅર્સ ધરાવતી થેરેસિયાની ઘણાં ફેન્સે લંબાઈ વધારવા મુદ્દે પણ ટીકા કરી હતી.

ગંગાના દૂષિત પાણીમાંથી કમાણી, કેન્દ્રએ બનાવી ઉપચારિત જળ વેચવાની યોજના
જામનગરમાં મીનલ ફાર્મ હાઉસમાંથી દારૂની મહેફીલ માણતા ઉદ્યોગપતિ સહિત પાંચ શખ્સોની પોલીસે કરી ધરપકડ
માનવતા ક્યા ગઇ? સુરત શહેરના વેસૂ વિસ્તારમાં એક શખ્સે બાઇકમાં દોરી ભરાવી કૂતરાને ઘસીટ્યો અને પછી….
આવતીકાલથી શરૂ થઈ જશે ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ, જાણો શું છે નવી ગાઈડલાઈન્સ
900 કરોડનો ખર્ચ, પાંચ લાખ સ્કવેરફૂટ વિસ્તારઃ જાણઓ કાશી વિશ્વનાથ કોરિડોરની મહત્વની બાબતો
Share This Article
Facebook Email Print
Previous Article મણપ્પુરમ ફાઇનાન્સના MD- CEOની 143 કરોડની મિલકતો ફ્રીઝ
Next Article પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ખાસ સમારોહ યોજીને 50 હિન્દુઓનું ધર્માંતરણ કરાયું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up