– હંમેશા ફાઈટિંગ સ્પિરિટમાં માનતા પત્રકાર શ્રેષ્ઠી શ્રી શશાંક ત્રિવેદીએ જિંદગીની બાજી ગુમાવી : અનેક નવયુવાનો માટે પ્રેરણા સ્ત્રોત તરીકે પ્રસંશનીય કામગીરી કરનારા શશાંક ત્રિવેદી આખરે દેવલોક પામ્યાં
પત્રકાર તરીકે ઉત્કર્ષ કામગીરી કરનારા અને સમગ્ર પત્રકાર જગતમાં સૌ કોઈના ફેવરિટ અને બ્રેકીંગ સમાચારોમાં જ પોતાનું સર્વસ્વ આપનારા પત્રકાર શ્રી શશાંકભાઈ ત્રિવેદીએ આજે બપોરના જીવનચક્રના અંતિમ શ્વાસ લીધા હતા.શ્રી શશાંકભાઈ ત્રિવેદી નવયુવાનો માટે પ્રેરણાસ્ત્રોત્ર હતા.ગુજરાત સમાચાર,ચિત્રલેખા જેવા ટોચના અખબારો અને મેગિઝિન સાથે તેઓ સંકડાયેલા હતા.1990ના સમયમાં અખબારી પ્રવાસ શરુ કરનારા શ્રી શશાંક ત્રિવેદી જબરો વીલ પાવર ધરાવતાં હતા અનેક બ્રેકીંગ સ્ટોરીઝ અને સરકારી તેમજ રાજકીય રિપોર્ટિંગમાં વિશેષ પ્રણાલી હેઠળ આક્રમકઃ અને તર્કશક્તિ સાથે લેખ લખતા હતા.અખબારી પ્રવાહમાં ગુજરાત સમાચારમાં ઘણા લાંબા સમય સુધી સેવારત રહ્યાં હતા ત્યારબાદ તેમને વિવિધ અખબારો અને ચેનલોમાં પોતાની સેવા આપી હતી.ત્રણ વર્ષ અગાઉ કોઈ અજાણ્યા રોગ કે જેમાં ક્યોર થઈ કોઈપણ ન થઈ શકે તેવા રોગમાં તેઓ સપડાયા હતા પણ આ રોગ સામે પણ તેઓ છેલ્લા શ્વાસ સુધી લડતા રહ્યાં હતા.એમને જે બીમારી લાગુ પડી હતી એનું નિદાન જવલ્લેજ થાય છે કે થઈ શકે છે. રેર ઓફ થઈ રેરેસ્ટ કિસ્સામાં થતી આ બિમારી તેમને લાગુ પડી હતી છતાં તેઓ મક્કમતાથી તેની સામે લડી રહ્યા હતા પરંતુ કુદરતને જે મંજુર હોય છે એની સામે મનુષ્ય લાચાર જ હોય છે.અનેક મેડિકલ સારવાર અને પીડાઓમાંથી પસાર થયા બાદપણ તેઓ અંતિમ શ્વાસ સુધી આ બીમારી સામે લડતા રહ્યા હતા અને આજે બપોરે જિંદગીની લડાઈ હારી ઈશ્વરના શરણે થયા હતા.
શ્રી શશાંકભાઇ ત્રિવેદી એક યોદ્ધા હતા અને પત્રકારત્વની ફિલ્ડમાં ગજબની સુબજુઝ ધરાવતા હતા.આ ઉપરાંત તેઓ હમેંશા નવયુવાન પત્રકારોને મદદરૂપ અને વિદ્યા પ્રદાન કરતા રહ્યાં હતા.મારા પત્રકારત્વના સફરમાં તેમની ભૂમિકા પણ એક ગુરૂ સમાન કે ભગવાન કહો એનાથી ઓછી ન હતી.વડીલ પત્રકાર શ્રી વિક્રમભાઈ વકીલ સાથે તેમના સબંધોને કારણે જ મને સાલ 2003માં પત્રકારત્વ ક્ષેત્રે બ્રેક મળ્યો હતો.શશાંક ત્રિવેદી કે જેમના દ્વારા મને પેહલી નોકરી એમની ભલામણ ને કારણે મુરબ્બી શ્રી વિક્રમભાઈ વકીલના સહયોગથી મળી હતી જે આજદિન સુધી બરકરાર છે.આ સમગ્ર યાત્રામાં શ્રી શશાંકભાઇ ત્રિવેદી કે જોઓ મારા બનેવી હતા જે બહુ જૂજ લોકો જ જાણે છે.એમના માર્ગદશન હેઠળ હું ઘણું બધું પત્રકારત્વની ફિલ્ડમાં શીખ્યો છું.શશાંકભાઇ રોજના ગુજરાતી અને નેશનલ લીડીંગ સહિતના 12થી વધુ અખબારો વાંચતા હતા અને રિપોર્ટિંગ અંગે અજબની કોઠાસૂઝ ધરાવતા હતા.હું એમની પાસેથી ઘણું બધું શીખ્યું છું.એ માટે સદૈવ એમનો આભારી છું.સાલ 2009માં હું અને મારા બનવી ભેગા મળીને વર્લ્ડ ઓફ ન્યૂઝ કે જે બ્રિટિશ અખબાર ફોન હેકિંગના મામલે બંધ થયું હતું ત્યારે અમે ન્યુઝ ઓફ ગુજરાત.કોમ શરુ કરવાનો નિર્ણય લીધો હતો જે ન્યૂઝ પોર્ટલ લગભગ લગભગ ગુજરાતી પત્રકારત્વ ફિલ્ડમાં પેહલી અને નવનવી વેબ હતી.આ કન્સપેટ અમારો સહિયારો હતો જેમાં એમને અદ્ભૂત સફળતા મેળવી હતી.25 વર્ષ કરતા વધુના અખબારી સફળમાં શ્રી શશાંક ત્રિવેદીએ અનેક બ્રેકીંગ અને બાય લાઈન સ્ટોરીઝ પ્રકાશિત કરી હતી.અખબારી આલમના એમના યોગદાનને કયારેય કોઈ વિશરી શકે એમ નથી.મને ઘણું માર્ગદર્શન પુરૂ પાડનારા આ મહાન વ્યક્તિત્વને સલામી આપું એટલું ઓછી છે.કોરોના મહામારી સમયે પંચમહાભૂતમાં વિલિન થનારા કિરદારના અંતિમ સંસ્કારમાં હાજર ન રહી શક્યો એનો અફસોસ છે.ઈશ્વર દિવગંત આત્માને શાંતિ અર્પે એ જ પાર્થના મારા જેવા અનેક હજારો નવયુવાનો ને પત્રકારત્વ અંગે વિધા આપનારા આ વ્યક્તિ વિશેષ માટે હ્રદયપૂર્વક પ્રાર્થના. હરિ ૐ… અશતુ.. આપનો લાડકો જીગર વ્યાસ …ૐ નમઃ શિવાય